Uncategorized

ચોંકાવનારી ઘટના: 17 વર્ષની છોકરીએ બાળકને જન્મ આપ્યો, YouTube જોઈને મેળે જ નાળ કાપી, માતા-પિતાથી છુપાવી પ્રેગ્નન્સી

[ad_1]

  • Gujarati News
  • National
  • Youtube Childbirth Process; Kerala Girl Delivers Baby Watching Youtube Videos In Her Home

38 મિનિટ પહેલા

  • કૉપી લિંક

કેરળમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 17 વર્ષની છોકરીએ તેના ઘરે જ બાળકને જન્મ આપ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે છોકરીએ યુ-ટ્યુબમાં જોઈને બાળકની ડિલિવરી કરાવી છે. તેનાં માતા-પિતા પણ તેની પ્રેગ્નન્સી વિશે જાણતાં નહોતાં. પોલીસે તેના 21 વર્ષના પ્રેમીની ધરપકડ કરી લીધી છે.

આ ઘટના કેરળના મલ્લાપુરમ જિલ્લાની છે, જ્યાં છોકરીએ 20 ઓક્ટોબરે બાળકને જન્મ આપ્યો હતો. ડિલિવરીના 3 દિવસ પછી છોકરીની આંધળી માતાને બાળક વિશે ખબર પડી હતી. છોકરી ડિલિવરી પછી 3 દિવસ સુધી તેના રૂમમાં જ બંધ રહી હતી. ડિલિવરી પછી ઈન્ફેક્શન થવાને કારણે તેને રૂમમાંથી બહાર આવવું પડ્યું. ત્યાંથી છોકરી અને તેના બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં.

પડોશમાં રહેતો 21 વર્ષનો યુવક બાળકનો પિતા
ચાઈલ્ડ વેલ્ફેર કમિટી (CWC)એ આ પ્રેગ્નન્સી વિશે પોલીસને જાણ કરી છે. પોલીસ-તપાસમાં જાણવા મળ્યું કે છોકરીના પડોશમાં રહેતા 21 વર્ષના છોકરાથી તે પ્રેગ્નન્ટ થઈ હતી અને ડિલિવરી સમયે યુ-ટ્યૂબ જોઈને ગર્ભનાળ કાપવાની સલાહ આપી.

માતા-પિતાને પ્રેગ્નન્સીની જાણ નહોતી
CWCએ આ વિશે આશ્ચર્ય જણાવ્યું છે કે કેવી રીતે એક જ ઘરમાં રહેતા હતા છતાં માતાને દીકરીની પ્રેગ્નન્સીની જાણ ના થઈ. પોલીસે કહ્યું હતું કે માતા અંધ છે અને પિતા સિક્યોરિટી ગાર્ડ છે, તેથી તે રાતે ઘરની બહાર રહે છે. માતા એવું વિચારતી હતી કે દીકરી ઓનલાઈન ક્લાસ કરવા માટે રૂમનો દરવાજો બંધ કરતી હતી. પોલીસે જણાવ્યું હતું કે પડોશના આરોપી યુવકે ઘરની પરિસ્થિતિનો ફાયદો ઉપાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link