Uncategorized

ચૅટ શોમાં એક્ટરની પત્ની: આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે કહ્યું, ‘સેક્સ બેસ્ટ વર્કઆઉટ છે’

[ad_1]

મુંબઈએક કલાક પહેલા

  • કૉપી લિંક

ફિલ્મેકર, ઓથર તથા બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ તાજેતરમાં જ શિલ્પા શેટ્ટીના ચેટ શો ‘શૅપ ઑફ યુ’માં જોવા મળી હતી. આ શોમાં તાહિરાએ ખુલ્લા મનથી ફિટનેસ તથા સેક્સ અંગે વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે તાહિરાએ ‘ધ સેવન સીન્સ ઓફ બીઇંગ અ મધર’ બુક લખી હતી.

તાહિરાએ બેસ્ટ વર્કઆઉટ અંગે વાત કરી
તાહિરાએ પોતાની બુકમાં સહજતાથી સેક્સ અંગે વાત કરી છે. શિલ્પાના શોમાં તાહિરાએ કહ્યું હતું કે સેક્સ બેસ્ટ વર્કઆઉટમાંથી એક છે. તાહિરાએ કહ્યું હતું, ‘અમારા કિસ્સામાં ઝડપથી ઘણી બધી કેલરી બર્ન થતી હોય છે. આ સેક્સ છે અને આ સારું પણ છે. તો શા માટે નહીં?’

કેન્સર સામે જંગ જીતી
તાહિરાએ કેન્સરની સારવાર દરમિયાન તમામ વાળ કઢાવી નાખ્યા હતા. આ અંગે તેણે શોમાં કહ્યું હતું કે જ્યારે તે ઘરમાં એકલી હતી ત્યારે તેણે માથે મુંડન કર્યું હતું. મુંડન કર્યા બાદ તેણે અરીસામાં પોતાની જાતને જોઈ હતી અને કહ્યું હતું, ‘આ સેક્સી કોણ છે?’ તાહિરાએ ઉમેર્યું હતું કે તે પોતાની જાતને ઘણી જ સેક્સી માને છે.

સોનાલી બેન્દ્રે અંગે વાત કરી
ઉલ્લેખનીય છે કે સોનાલી બેન્દ્રેને પણ કેન્સર થયું હતું. કીમોથેરપી દરમિયાન સોનાલીએ પણ પોતાના તમામ વાળ કઢાવી નાખ્યા હતા. સોનાલીને આ લુકમાં જોઈને તાહિરાએ તેના વખાણ કર્યા હતા. તાહિરાએ કહ્યું હતું કે જ્યારે તે સોનાલીને બાલ્ડ લુકમાં એરપોર્ટ પર કે પછી બીજે ક્યાંક જોતી તો તેના મનમાં થતું કે સોનાલી ઘણી જ સુંદર લાગે છે. જોકે, તે સમયે તાહિરાને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તે પણ આવી પરિસ્થિતિમાં મૂકાશે. છ મહિના બાદ જ તેને કેન્સર હોવાની જાણ થઈ હતી

તાહિરાને પૂછવામાં આવ્યું હતું કે સ્ટાર વાઇફ હોવાને કારણે તેની પર કોઈ દબાણ છે, તો તે અંગે તેણે કહ્યું હતું કે શરૂઆતના વર્ષોમાં તેને એવું લાગતું હતું. જોકે, હવે તેને કોઈ જાતનું દબાણ નથી.

તાહિરાએ 2008માં બોલિવૂડ એક્ટર આયુષ્માન ખુરાના સાથે લગ્ન કર્યા હતા. તેમને દીકરી વિરાજવીર તથા દીકરી વરુષ્કા છે. તાહિરાએ ‘ઝિંદગી ઇન શોર્ટ’, ‘શર્માજી કી બેટી’ તથા ‘ટોફી’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી છે. આયુષ્માનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ‘અનેક’, ‘ડૉક્ટર G’ તથા ‘એન એક્શન હીરો’માં જોવા મળશે. આયુષ્માન છેલ્લે ‘ચંદીગઢ કરે આશિકી’માં જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link