Uncategorized

ગીતકારની સ્પષ્ટતા: નેહા કક્કરે 5 લાખ રૂપિયા આપ્યા હતા, હવે સંતોષ આનંદે કહ્યું- ‘મેં કોઈ પાસે મદદ માગી નહોતી, નેહાએ પૈસા કેમ આપ્યા ખબર નથી’

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ13 કલાક પહેલા

  • કૉપી લિંક

હાલમાં જ સિંગિંગ રિયાલિટી શો ‘ઈન્ડિયન આઈડલ’માં વિતેલા સમયના દિગ્ગજ ગીતકાર 81 વર્ષીય સંતોષ આનંદ આવ્યા હતા. શોની જજ નેહા કક્કરે પાંચ લાખ રૂપિયા આપ્યા હતા. ચર્ચા હતી કે સંતોષ આનંદ આર્થિક તંગીનો સામનો કરે છે અને સારવાર તથા ઘર ચલાવવા માટેના પૈસા નથી. આ જ કારણે નેહા કક્કરે મદદ કરી હતી. હવે સંતોષ આનંદે આ અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું હતું કે એક કલાકારનું માન તથા સન્માન થવું જોઈએ. યાદ કરવામાં આવે તે સારી વાત છે, પરંતુ પછી એવી કેટલીક બાબતો થઈ, જે સરાસર ખોટી હતી.

આર્થિક તંગી નથીઃ સંતોષ આનંદ
સંતોષ આનંદે કહ્યું હતું, ‘મારું ઘર વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. નેહા ઘણી જ સારી વ્યક્તિ છે. જ્યારે તેણે મને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી તો મેં તેને કહ્યું હતું કે હું આ લઈ શકું નહીં. હું એક સ્વાભિમાની વ્યક્તિ છું. મેં ક્યારેય કોઈની પાસે પૈસા માગ્યા નથી અને ક્યારેય માગીશ નહીં. મેં ક્યારેય કોઈની મદદ માગી નથી. હું કવિ સંમેલનમાં ભાગ લઉં છું અને તેમાંથી કમાણી થાય છે. મને કોઈ મુશ્કેલી નથી તો હું કેમ મદદ માગું. મને ખ્યાલ નથી કે નેહાએ મને કેમ પૈસા આપ્યા. જો તેણે એમ ના કહ્યું હોત કે પૌત્રી સમજીને લઈ લેજો તો હું આ પૈસા ક્યારેય લેત નહીં. આ ઘટના બાદ લોકો એવી વાતો કરવા લાગ્યા, જે સાચી નથી. સ્ટેજ પર બોલાવ્યા, સન્માન આપ્યું, બસ આ જ હતું. સન્માન તથા મદદમાં ફરક છે. મારે કોઈની મદદની જરૂર નથી.’

'ઈન્ડિયન આઈડલ'માં સંતોષ આનંદ, સાથે સંગીતકાર પ્યારેલાલ પત્ની સુનીલા શર્મા સાથે

‘ઈન્ડિયન આઈડલ’માં સંતોષ આનંદ, સાથે સંગીતકાર પ્યારેલાલ પત્ની સુનીલા શર્મા સાથે

વ્હીલચેર પર સંતોષ આનંદ
સંતોષ આનંદ શારીરિક રીતે ઘણાં જ નબળા થઈ ગયા છે. તેઓ પોતાની રીતે હરી ફરી શકે તેમ નથી અને તેથી જ તેઓ વ્હીલચેર પર છે. લગ્નના 10 વર્ષ બાદ સંતોષ દીકરાના પિતા બન્યા હતા. 15 ઓક્ટોબર, 2014ના રોજ દીકરા સંકલ્પે ટ્રેનની સામે પડતું મૂકીને આત્મહત્યા કરી હતી.

સંતોષ આનંદના લોકપ્રિય ગીત

  • મુહબ્બત હૈ ક્યા ચીઝ
  • ઈક પ્યાર કા નગમા હૈ
  • જિંદગી કી ના ટૂટે લડી પ્યાર કર લે ઘડી દો ઘડી
  • ઠુમકા બદલ ગઈ ચાલ મિતવા
  • મેઘા રે મેઘા રે મત જા તૂ પરદેશ
  • મૈં ના ભૂલૂંગા, ઈન રસ્તો કો ઈન કસમોં કો
  • ઓ રબ્બા કોઈ તો બતાએ
  • આપ ચાહેં તો હમકો
  • જિનકા ઘર હો અયોધ્યા જૈસા

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link