Uncategorized

ખેલ જગતમાં ન્યૂયર સેલિબ્રેશન: વિરાટ કોહલી-અનુષ્કાએ મિત્ર હાર્દિક અને તેની પત્ની સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું; સાનિયા, સાઇના અને સિંધુએ ફેન્સને શુભેચ્છા પાઠવી

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Virat Kohli Anushka Welcomed The New Year With Friend Hardik And His Wife; Sania, Saina And Sindhu Greeted The Fans

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

8 કલાક પહેલા

  • કૉપી લિંક

શોએબ મલિકની સાથે સાનિયા મિર્ઝા. ન્યૂયર સેલિબ્રેટ કરતી સાઈના નેહવાલ તેમજ સિંધુએ ફેન્સને નવા વર્ષની શુભેચ્છા આપી.

નવા વર્ષનો પ્રારંભ થઈ ચુક્યો છે. દિગ્ગજ એથલીટ્સે પણ પોતાના ફેન્સને નવા વર્ષની શુભેચ્છા આપી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, વીરેન્દ્ર સહેવાગ, ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, નોવાક જોકોવિચ, રાફેલ નડાલ, સાનિયા મિર્ઝા, સાઇના નેહવાલ અને પીવી સિંધુ સહિત અલગ અલગ ખેલના દિગ્ગજોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફેન્સને શુભેચ્છા આપી છે.

ધોની-સાક્ષીએ ન્યૂયરની ઉજવણી કરી
ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલ પત્ની સાક્ષી અને પુત્રી ઝીવાની સાથે દુબઈમાં છે. સાક્ષીએ તમામ ફેન્સને નવા વર્ષની શુભેચ્છા આપી છે.

વિરાટ કોહલી અને અનુષ્કાએ નવા વર્ષની વધામણી કરી
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના ન્યૂયર સેલિબ્રેશનની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે. વિરાટે પત્ની અનુષ્કા શર્મા, સાથી ખેલાડી હાર્દિક પંડયા અને તેની પત્ની નતાશાની સાથે ન્યૂયરની ઉજવણી કરી. આ બધાંએ સાથે ડિનર કર્યું. વિરાટે આ ખાસ ડિનરની બે તસ્વીર શેર કરી અને સુંદર મેસેજ લખીને ફેન્સને ન્યૂયરની શુભેછ્છા આપી.

વિરાટે સોશિયલ મીડિયા પર બે તસવીર શેર કરતા લખ્યું કે, “દોસ્ત, જે સાથે ટેસ્ટમાં નેગેટિવ મળી આવે છે, તે પોઝિટિવ સમય સાથે વિતાવે છે. સુરક્ષિત વાતાવરણમાં મિત્રોને મળવું તેનાથી સારું કંઈજ નથી. આશા કરું છું કે આ વર્ષ તમારા માટે હોપ, ખુશી અને સારું સ્વાસ્થ્ય લઈને આવે. બધાં જ સુરક્ષિત રહે.”

સહેવાગે ફેન્સને ન્યૂયર વિશ કર્યું
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગે ફેન્સને નવા વર્ષની શુભેચ્છા આપી. તેઓએ કેપ્શનમાં લખ્યું, “તમારા બધાં માટે 2021 ખુશીઓ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે. 2021માં તમને બધાંને સમૃદ્ધિ અને શક્તિ મળે.”

સાનિયા મિર્ઝાએ 2020ને બાય-બાય કહ્યું
ભારતની દિગ્ગજ ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ પતિ શોએબ મલિક અને પુત્રની સાથે એક ફોટો શેર કર્યો. સાનિયાએ કેપ્શનમાં લખ્યું, “બાય-બાય 2020. તમને અમને ઘણું બધું શીખવાડ્યું. નાની-નાની વસ્તુઓનો ખ્યાલ કઈ રીતે રાખવાનો છે, તે અંગે પણ જણાવ્યું. એક વર્ષ જે કઠણાઈવાળું રહ્યું, તેમાં મેં માતા બન્યા બાદ ટેનિસમાં કમબેક કર્યું. 2020એ સમગ્ર દુનિયાને એકજૂથ કરી અને સાથે રહીને બુરાઈ સામે લડવાનું શીખવ્યું. 2020એ આપણને ઘણું બધું શીખવાડ્યું. થેન્ક યૂ. હેપ્પી ન્યૂયર.”

નવી વસ્તુની શરૂઆત માટે યોગ્ય સમય
ભારતીય બેડમિન્ટરના દિગ્ગજ ખેલાડી સાઇના નેહવાલે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ફેન્સને શુભેચ્છા આપી. સાઇનાએ લખ્યું કે, “કોઈ નવી વસ્તુની શરૂઆત માટે આ યોગ્ય તક છે. હેપ્પી ન્યૂયર 2021.”

પીવી સિંધુએ ફેન્સને વિશ કર્યું
પીવી સિંધુએ ફેન્સને હેપ્પી ન્યૂયર વિશ કર્યું. સિંધુએ લખ્યું કે- તમારા બધાંની પરેશાનીઓ ઓછી થાય અને ખુશીઓ વધે, આવી જ શુભેચ્છા.

2020 આસાન વર્ષ ન હતું
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું, “તે વાતમાં કોઈ શંકા નથી કે 2020નું વર્ષ આસાન ન હતું. આપણે બધાંએ જોયું અને અનુભવ્યું કે કોરોનાએ વિશ્વભરમાં કેટલું નુકસાન પહોંચાડ્યું અને કષ્ટ આપ્યા. પરંતુ હવે એકજૂથ થઈને તે દેખાડવાનું છે કે આપણે આવી સિચ્યુએશનને બદલી શકીએ છીએ. હેપ્પી ન્યૂયર 2021.”

જોકોવિચે બરફની વચ્ચે ન્યૂયરની ઉજવણી કરી
વર્લ્ડ નંબર-1 ટેનિસ પ્લેયર નોવાક જોકોવિચે બરફમાં એન્જોય કરતા એક વીડિયો પોસ્ટ કર્યો. તેને કેપ્શનમાં લખ્યું કે, ‘ગો ધ ડિસ્ટન્સ 2021.’ આ પહેલાં તેને મંગળવારે ફેન્સન ન્યૂયરની શુભકામનાઓ આપી હતી. તેને કહ્યું હતું કે નવું વર્ષ તમામ બધાંના જીવનમાં ખુશીઓ લાવે.

નડાલે પણ નવા વર્ષની ઉજવણી કરી
ટેનિસના દિગ્ગજ પ્લેયર રાફેલ નડાલે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી નવા વર્ષની શુભેચ્છા પાઠવી.



[ad_2]

Source link