Uncategorized

ખુલાસો: અનિલ કપૂરે આર્થિક તંગીને કારણે મજબૂરીમાં ‘અંદાજ’ અને ‘હીર રાંઝા’ જેવી ફિલ્મો કરી હતી, કહ્યું- તે સમયે પરિવાર સંકટમાં હતો

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

23 દિવસ પહેલા

બોલિવૂડ એક્ટર અનિલ કપૂર અત્યાર સુધી 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. હાલમાં જ તેની ફિલ્મ ‘Ak Vs Ak’ રિલીઝ થઇ છે. આ ફિલ્મોને લઈને અનિલે ઘણા ઇન્ટરવ્યૂ કર્યા છે. હાલમાં જ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં અનિલ કપૂરે પોતાના કરિયર સાથે જોડાયેલો એક મોટો ખુલાસો કર્યો છે. અનિલે જણાવ્યું કે તેના કરિયરના શરૂઆતના દિવસોમાં એક એવો સમય આવ્યો હતો જ્યારે તેમણે માત્ર પૈસા માટે અમુક ફિલ્મો મજબૂરીમાં કરવી પડી હતી. કારણકે તે સમય તેનો પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો.

મેં માત્ર પૈસાં માટે આ ફિલ્મો સાઈન કરી હતી
અનિલે કહ્યું, ‘મારા કરિયરના શરૂઆતના દિવસોમાં મારો પરિવાર આર્થિક તંગીમાંથી પસાર થઇ રહ્યો હતો. માટે મેં માત્ર પૈસા માટે અમુક ફિલ્મો સાઈન કરી હતી અને આ વાતનો મને કોઈ અફસોસ પણ નથી. હું તે ફિલ્મોના નામ પણ જણાવી શકું છું. ત્યારે મેં માત્ર પૈસા માટે ‘અંદાજ’, ‘હીર રાંઝા’ અને ‘રૂપ કી રાની ચોરો કે રાજા’માં કામ કર્યું હતું, કારણકે મારો પરિવાર આર્થિક તંગી સામે લડી રહ્યો હતો. માટે તે દરમ્યાન ઘરના જે સભ્યને જે પણ કામ મળી રહ્યું હતું , તે કામ તેમણે કર્યું જેથી અમારો પરિવાર આ સંકટમાંથી બહાર આવી શકે.’ અનિલની ફિલ્મ ‘રૂપ કી રાની ચોરો કે રાજા’ 1993માં રિલીઝ થઇ હતી જે ખૂબ ખરાબ રીતે ફ્લોપ થઇ હતી.

પરિવારનું ધ્યાન રાખવા માટે કંઈપણ કરી શકું છું
અનિલે આગળ કહ્યું, ‘હું અને મારો પરિવાર ભાગ્યશાળી છીએ કે અમારો તે સમય હવે પાછળ છૂટી ગયો છે અને ત્યારથી અત્યારસુધી અમારે એટલી કઠિન પરિસ્થિતિઓનો સામનો નથી થયો પણ આવનારા સમયમાં ક્યારેય મારા મિત્ર, મારા પરિવાર સામે ફરી આવી કોઈ મુશ્કેલી આવે છે. તો હું કોઈપણ પ્રકારનું કામ કરવાથી પાછળ નહીં હટી જાવ. હું મારા પરિવારનું ધ્યાન રાખવા કંઈપણ કરી શકું છું. ક્યારેક અમારા નસીબ ફરી પલટાયા અને અમારો ફરી ખરાબ સમય આવ્યો, ત્યારે પણ હું કંઈપણ કરવા માટે તૈયાર રહીશ જેથી હું મારા પરિવારનું ધ્યાન રાખી શકું.’

ઇન્ડસ્ટ્રીમાં કોઈપણ સ્થિતિમાં તમે પાછળ હટી ન શકો
બોલિવૂડમાં કરિયર પર અનિલે કહ્યું, ‘જો ઇન્ડસ્ટ્રીમાં તમે ખુદને સ્થાપિત કરવા ઈચ્છો છો તો તમારે 100% આપવું પડે છે. અહીંયા કોઈપણ સ્થિતિમાં તમે પાછળ હટી શકતા નથી. તમારે આ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે હિંમત અને પેશનની જરૂર છે. હું આ ઇન્ડસ્ટ્રીને મારું ઘર માનું છું. હું આના માટે જ બન્યો છું અને હું મારા અંતિમ શ્વાસ પણ અહીંયા જ લઈશ.’

[ad_2]

Source link