Uncategorized

ક્લાયમેટ ચેન્જ: હવામાનના મારથી ઘાસની અછત, બકરીઓ બીમાર, પશ્મીના ઉનના ઉત્પાદન પર અસર, પશુપાલકો લાચાર

[ad_1]

વોશિંગ્ટનએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • ચેન્જ અને સ્થળાંતરથી લેહના કબાઈલી વિસ્તારોમાં રહેતા લોકોની મુશ્કેલી વધી

લેહ- લદાખના લેહ જિલ્લામાં ચાંગથાંગના ઉચ્ચ પ્રદેશમાં પશ્મીના ઉન આપતી ચાંગરા બકરીઓ ખૂબ મોટા પાયે જોવા મળે છે. આ વિસ્તાર સમુદ્રની સપાટીથી 15 હજાર ફૂટની ઊંચાઈએ છે. શિયાળામાં અહીં ચોતરફ બરફ હોય છે. ત્યારે તાપમાન માઈનસ 36 ડિગ્રીએ પહોંચી જાય છે.

આ ચાંગબા કબાઈલી ગામોમાંનું એક છે, ખર્ણાક. અહીંના લોકો દુર્લભ ચાંગરા બકરીઓ પાળે છે, જે પશ્મીના ઉન આપે છે. જોકે, આ બકરીઓ પર પણ ક્લાઈમેટ ચેન્જની અસર થઈ રહી છે. તેને પાળનારા લોકોના મતે, બદલાતા હવામાનથી બકરીઓના આરોગ્ય પર ગંભીર અસર પડી છે. તે સતત બીમાર થઈ રહી છે, જેનાથી ઉનની ગુણવત્તા અને ઉત્પાદકતા પર અસર પડી છે. સ્થાનિક નિવાસી ત્સેતન પાઝોર કહે છે કે હવામાને અમારી બકરીઓના ચારા માટે ઘાસ પણ નથી છોડ્યું.

કબાઈલોના 65 વર્ષીય મુખી ત્સેરિંગ ફુંત્સોગ કહે છે કે, છેલ્લા એક દસકામાં તાપમાન વધ્યું છે અને વરસાદ ઘટ્યો છે. વરસાદની ઋતુમાં હવામાન સૂકું રહે છે અને હિમવર્ષાની ઋતુ પણ ઝડપથી જતી રહે છે. વિજ્ઞાનીઓના મતે, ક્લાઈમેટ ચેન્જના કારણે હિમવર્ષા થવા છતાં શિયાળો પહેલાં કરતાં ગરમ છે. તેનાથી પશ્મીના ઉન આપતી બકરીઓનું આરોગ્ય કથળ્યું છે. ગરમ તાપમાનમાં બકરીઓના વાળ લાંબા નથી થઈ શકતા. તેના કારણે બકરીઓમાંથી નરમ ઉન નથી મળતું.

યુવાનોમાં સ્થળાંતર કરવામાં મુશ્કેલીઓ વધી ગઈ
અહીં 15 વર્ષ પહેલાં સ્થળાંતર શરૂ થયું હતું, જ્યારે યુવાનો આશરે 150 કિ.મી. દૂર લદાખના સૌથી મોટા શહેર લેહમાં ભણવાનું શરૂ કર્યું. 2009માં દસ પરિવાર એક સાથે જતા રહ્યા અને ત્યારથી અમે અનુભવ્યું કે, આ વિસ્તાર વેરાન થઈ જશે. અહીંના 68 વર્ષીય ત્સેરિંગ અંગચુક પણ ઓગસ્ટમાં લેહ નજીક એક કસબામાં રહેવા જતા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link