Uncategorized

ક્રિપ્ટો કરન્સી ટ્રેન્ડ: શોપીફાઈ બિટકોઈનમાં પેમેન્ટ સ્વીકારશે, યુકેની રાહત આપવા વિચારણા

[ad_1]

નવી દિલ્હી17 કલાક પહેલા

  • કૉપી લિંક
  • રશિયા-યુક્રેન યુદ્ધમાં 58 મિ. ડોલરથી વધુ ક્રિપ્ટોનો ઉપયોગ

ભાસ્કર ન્યૂઝ અમદાવાદ રશિયા-યુક્રેન યુદ્ધમાં ક્રિપ્ટો કરન્સી આર્થિક રીતે મદદરૂપ બની રહેતાં અન્ય ઘણા દેશો ડિજિટલ કરન્સી વિશે ફરી એક વખત વિચાર કરી રહ્યા છે. ઘણી કંપનીઓએ બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોને ચૂકવણીના વિકલ્પ તરીકે અપનાવ્યો છે. હાલમાં અમેરિકાના યુઝર્સ માટે શોપિફાઈએ બિટકોઈનને પેમેન્ટ તરીકે સ્વીકારવા બિટકોઈનના પેમેન્ટ પ્રોવાઈડર સ્ટ્રાઈક સાથે કરાર કર્યો છે. જે અંતર્ગત અમેરિકાના શોપિફાઈ રિટેલર્સ વિવિધ દેશોમાંથી બિટકોઈન પેમેન્ટ મેળવી શકશે. સ્ટ્રાઈકે સોફ્ટવેર કંપની એનસીઆર અને પેમેન્ટ સોલ્યુશન ડિલિવર બ્લેકહોક સાથે પણ પાર્ટનર્શિપ કરી છે. જે યુઝર્સને ઝડપી અને સસ્તા ક્રિપ્ટો ટ્રાન્જેક્શનની સુવિધા પૂરી પાડશે.

યુકે પણ ક્રિપ્ટો રેગ્યુલેશન્સમાં રાહત આપવા વિચારણા કરી રહ્યુ છે. પેમેન્ટના માધ્યમ માટે સ્ટેબલ કોઈનને મંજૂરી આપી શકે છે. યુકેના ચાન્સેલર બ્રિટનને ક્રિપ્ટો એસેટ ટેક્નોલોજી અને ઈન્વેસ્ટમેન્ટ માટે ગ્લોબલ હબ બનાવવા માગે છે.

જેમાં સ્ટેબલ કોઈન પેમેન્ટના માધ્યમને વધુ સરળ અને સક્ષમ બનાવવાના આશાવાદ સાથે ખાનગી કંપનીઓને સ્ટેબલકોઈન ઓપરેટ કરવા મંજૂરી આપી શકે છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં યુક્રેને 58 મિલિયન ડોલરનું ક્રિપ્ટો દાન મેળવ્યું છે.

રશિયામાં પણ અમુક ટ્રાન્જેક્શનને મંજૂરી આપી છે. આ મહિને યોજાનારી જી20 બેઠકમાં ઓઈસીડી ક્રિપ્ટો એસેટ રિપોર્ટિંગ પર ટેક્નિકલ ફ્રેમવર્કનો ડ્રાફ્ટ રજૂ કરી શકે છે. જેની મદદથી સરકાર ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રી પર કાયદા તેમજ ટેક્સ નિયમો ઘડી શકશે. હાલમાં અમેરિકાના યુઝર્સ માટે શોપિફાઈએ બિટકોઈનને પેમેન્ટ તરીકે સ્વીકારવા બિટકોઈનના પેમેન્ટ પ્રોવાઈડર સ્ટ્રાઈક સાથે કરાર કર્યો છે. ક્રિપ્ટોમાં હાલ મોટી તેજીની શક્યતા નકારાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link