Uncategorized

કોવિશીલ્ડ પર મહત્વનો નિર્ણય: ભારત હવે એસ્ટ્રાજેનેકાની વેક્સિન બીજા દેશોને નહીં આપે, સ્થાનિક વેક્સિનેશન પર ફોકસ કરાશે

[ad_1]

  • Gujarati News
  • National
  • Lockdown: Coronavirus Outbreak India Cases, Vaccination LIVE Update Corona In Country, Maharashtra Pune Madhya Pradesh Bhopal Indore Rajasthan Uttar Pradesh Haryana Punjab Bihar COVID 19 Death Toll India Today, Mumbai Delhi Coronavirus News

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

30 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દેશમાં એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની કોરોના વેક્સિનનું નિર્માણ SII કોવિશીલ્ડના નામે કરી રહી છે

ભારતમાં કોરોનાના વધતા જતા કેસમાં એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર હવે એસ્ટ્રાજેનેકા વેક્સિન અન્ય દેશોને નહીં આપે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક વેક્સિનેશન પર ફોકસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની કોરોના વેક્સિનનું નિર્માણ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) કોવિશીલ્ડના નામે કરી રહી છે.

ડોમેસ્ટિક ડિમાન્ડ પૂરી થયા પછી જ નિકાસ
આ મુદ્દા સાથે જોડાયેલા લોકોએ નામ ના આપવાની શરતે જણાવ્યું છે કે, વેક્સિનની નિકાસ પર કોઈ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી. પરંતુ હવે બીજા દેશોને વેક્સિનનો સપ્લાય સ્થાનિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ કરાશે. વિદેશોમાં વેક્સિન એક્સપોર્ટ સ્થાનિક ઉત્પાદનના આધારે જ કરાશે.

રિવ્યુ પછી નિર્ણય લેવામાં આવશે
તેમણે જણાવ્યું કે, સરકારની પ્રાથમિકતા લોકોને વેક્સિનેટ કરવાની છે. દેશમાં વેક્સિન ઉત્પાદનની ક્ષમતામાં વધારો થયો છે અને બે વેક્સિન (કોવીશીલ્ડ અને કોવેક્સિન)ને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ સંજોગોમાં સરકાર બે મહિનાના રિવ્યુ કર્યા પછી જ દેશની બહાર વેક્સિન સપ્લાય વિશે નિર્ણય કરશે.

રાજ્યોએ વધારે વેક્સિન માંગી
તાજેતરમાં જ રાજસ્થાન-પંજાબ સહિત ઘણાં રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસેથી મોટી માત્રામાં વેક્સિનની માંગણી કરી છે. હાલ દેશના ઘણાં રાજ્યોમાં રોજના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન આગામી દિવસોમાં વેક્સિનની માંગમાં વધારો થઈ શકે છે.

કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચે અંતર વધાર્યું
આ પહેલાં કેન્દ્ર સરકારે 22 માર્ચે કોવિશીલ્ડ વિશે નવી ગાઈડલાઈન જાહેર કરી હતી. તે પ્રમાણે કોવિશીલ્ડના બે ડોઝની વ્ચ્ચેનો સમય પહેલાં બે સપ્તાહથી વધારેનો રાખવામાં આવ્યો હતો. અત્યાર સુધી કોવિશીલ્ડના બંને ડોઝ વચ્ચેનો સમય 4થી 6 સપ્તાહ એટલે કે 28થી 42 દિવસનું અંતર રાખવામાં આવ્યું હતું. નવા આદેશ પ્રમાણે હવે આ અંતર 6થી 8 સપ્તાહ એટલે કે 42થી 56 દિવસ રાખવામાં આવશે.
સ્વાસ્થય મંત્રાલયનો દાવો છે કે, ટ્રાયલ્સ ડેટા પ્રમાણે જો 6-8 સપ્તાહના અંતરે કોવિશીલ્ડનો ડોઝ આપવામાં આવે તો પ્રોટેક્શન વધી જાય છે. આ અંતર 8 સપ્તાહ કરતાં વધારે ના હોવું જોઈએ.

ભારતે 76 દેશોને કોરોના વેક્સિન મોકલી
ભારતે અત્યાર સુધીમાં 76 દેશોને કોરોના વેક્સિન મોકલી છે. ઘણાં દેશોને વેક્સિન ફ્રી આપવામાં આવી છે. જ્યારે અમુક દેશોને તે વેચવામાં આવી છે. પડોશી દેશો શ્રીલંકા, ભૂટાન, માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર અને સેશેલ્સને અંદાજે 56 લાખ વેક્સિન ફ્રીમાં આપવામાં આવી છે. ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) કોવિશીલ્ડ અને ભારત બાયોટેક વેક્સિનનું ઉત્પાદન કરી રહી છે.

16 જાન્યુઆરીથી શરૂ થયું વેક્સિનેશન

  • દેશમાં 16 જાન્યુઆરીથી હેલ્થકેર વર્કર્સના વેક્સિનેશનથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સને પણ વેક્સિન આપવામાં આવી છે. 13 ફેબ્રુઆરીથી હેલ્થકેર વર્કર્સને બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. ફ્રન્ટલાઈન વર્કર્સને બીજો ડોઝ આપવાની શરૂઆત 2 માર્ચથી થઈ છે.
  • દેશમાં કોરોના વેક્સિનનો બીજો ફેઝ 1 માર્ચથી શરૂ થયો હતો. આ ફેઝ અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. તે સાથે જ 45થી 60 વર્ષની ઉંમરના એ લોકોને પણ વેક્સિન આપવામાં આવી રહી છે જે લોકો ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા છે.
  • એક એપ્રિલથી 45 અને તેનાથી વધુ ઉંમરના લોકો પણ વેક્સિન લગાવી શકશે. કેન્દ્ર સરકારે 23 માર્ચે આ વિશે નિર્ણય લીધો છે.

દેશમાં રોજ મળતા કોરોના સંક્રમિતોનો આંકડો 50 હજારને પાર થઈ ગયો છે. બુધવારે 53,419 નવા કેસ નોંધાયા હતા. 26,575 સાજા થયા હતા અને 249 લોકોનાં મોત થયાં હતાં. નવા સંક્રમિતોનો આ આંકડો 23 ઓક્ટોબરે સૌથી વધારે નોંધાયો હતો. ત્યારે 53,931 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 31,855 નવા દર્દી મહારાષ્ટ્રમાં નોંધાયા હતા. અહીં 15,098 દર્દી સાજા થયા અને 95 સંક્રમિતોનાં મોત થયાં હતાં.

છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવતા દર્દીઓની સંખ્યામાં 26,588નો વધારો નોંધાયો હતો. એ સાથે જ કુલ એક્ટિવ કેસ 3.91 લાખ થઈ ગયા હતા. આજે આ આંકડો 4 લાખને પાર થઈ જશે. દેશમાં અત્યારસુધી 1 કરોડ 17 લાખ 87 હજાર 13 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 1 કરોડ 12 લાખ 29 હજાર 591 લોકો સાજા થયા છે, જ્યારે 1.60 લાખ દર્દીએ જીવ ગુમાવ્યા છે. આ આંકડા covid19india.org દ્વારા લેવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટ્સ

  • ઉત્તરાખંડની નૈનીતાલ હાઈકોર્ટમાં કુંભમાં આવનાર તીર્થયાત્રીઓ માટે કોવિડ-19નો નેગેટિવ RT-PCR રિપોર્ટ લાવવો ફરજિયાત છે. આ રિપોર્ટ 3 દિવસથી વધારે જૂનો ના હોવો જોઈએ.
  • કુંભમાં આવનારા લોકોને વધુ એક વિકલ્પ આપવામાં આવ્યો છે, જે અંતર્ગત તીર્થયાત્રીઓ કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ પણ દેખાડી શકે છે. હાઈકોર્ટે મુખ્ય સચિવ ઓમ પ્રકાશ અને સચિવ સ્વાસ્થ્ય અમિત નેગીને હરિદ્વારમાં રહીને જ વ્યવસ્થાઓ પર નજર રાખવાનો આદેશ આપ્યો છે.
  • રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)ના ડિરેક્ટર ડૉ. એસકે સિંહે જણાવ્યું હતું કે દેશનાં 18 રાજ્યોમાં કોરોનાવાયરસ વેરિયન્ટના 771 કેસ નોંધાયા છે. એમાં બ્રિટનના 736, દક્ષિણ આફ્રિકાના 34 અને બ્રાઝિલ વેરિયન્ટનો 1 કેસ સામે આવ્યો છે.
  • મહારાષ્ટ્રના બીડ અને નાંદેડમાં 26 માર્ચથી 4 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન શહેરમાં મેરેજ હોલ, હોટલ અને રેસ્ટોરાં બંધ રહેશે. એ સાથે જ કોલેજ અને સ્કૂલો પણ ખોલવામાં આવશે નહીં. આ સિવાય દરેક પ્રાઈવેટ ઓફિસો પણ બંધ રાખવા અને વર્ક ફ્રોમ હોમ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link