Uncategorized

કોરોના લહેર: હાઈજિન પ્રોડક્ટની માગથી FMCGએ ઉત્પાદન વધાર્યું

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી8 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 50% શહેરી હેન્ડ સેનિટાઇઝર્સનો ઉપયોગ કરી રહ્યા છે

દેશમાં કોરોના મહામારીની બીજી લહેર વચ્ચે હાઈજિન પ્રોડક્ટની માગ ફરી વધવા લાગી છે. ઓક્ટોબર-ડિસેમ્બર અને જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકની તુલનાએ એપ્રિલમાં હેન્ડ સેનિટાઈઝર, હેન્ડ વોશ, ડિસઈન્ફેક્ટેન્ટ જેવી હાઈજિન પ્રોડક્ટની માગ ઝડપથી વધી છે.

આગામી મહિનામાં આ ચીજોના વેચાણો વધવાનો આશાવાદ છે. રિટેલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ બિજોમના રિપોર્ટ અનુસાર, ગત વર્ષના એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં હોમ કેર પ્રોડક્ટ્સ જેવા કે સેનિટાઇઝર, ટોઇલેટ ક્લીનર, હેન્ડવોશ, ડિસઈન્ફેક્ટન્ટના વેચાણમાં 12.5 ગણો વધારો થયો હતો. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં પ્રિ-કોવિડની તુલનાએ 5.2 ગણો રહ્યો હતો અને જાન્યુઆરીથી માર્ચમાં તે 2.3 ગણો ઘટ્યો હતો.

પરંતુ એપ્રિલમાં ફરી એકવાર આ ઉત્પાદનોના વેચાણમાં વેગ જોવા મળ્યો છે. ગયા વર્ષે મોટાભાગની કંપનીઓ ઝડપથી વિકસતા માર્કેટ માટે તૈયાર નહોતી, પરંતુ હવે આ ક્ષેત્રની ઘણી સ્થાપિત કંપનીઓએ પોતાની અલગ બ્રાન્ડ બનાવી છે અને તેના માર્કેટિંગ પણ વિશેષ ધ્યાન આપી રહી છે. કંપનીઓને અપેક્ષા છે કે, 2021-22માં હાઈજિન પ્રોડક્ટ્સના વેચાણ 25 ટકાથી વધુ વધશે.

પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, એચએલએલ, ગોદરેજ, કોલગેટ પામોલિવ, આઇટીસી, હિમાલયા, પતંજલિ જેવી FMCG હોમ કેર પ્રોડક્ટ્સની કંપનીએ તેમના ઉત્પાદનમાં 30-35%નો વધારો કર્યો છે. બીજી ઘણી મોટી-નાની કંપનીઓ પણ આ માર્કેટમાં વિશાળ તકો જોઈ રહી છે. 2000 કરોડથી વધુનું ટર્નઓવર ફક્ત હેન્ડ સેનિટાઇઝર માર્કેટમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link