Uncategorized

કોરોના દેશમાં: મહારાષ્ટ્રે ચિંતા વધારી, સારવાર કરાવી રહેલા દર્દી 50 હજારને પાર, જેમાં 6 દિવસથી વધારો થઈ રહ્યો છે

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી19 દિવસ પહેલા

  • કૉપી લિંક

મહારાષ્ટ્રમાં છેલ્લા અમુક દિવસથી કોરોનાના આંકડા ચિંતા વધારી રહ્યાં છે. જે છેલ્લા 6 દિવસોથી એક્ટિવ કેસ,એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. અહીં કુલ એક્ટિવ કેસ એક વાર ફરી 54 હજારથી વધુ થઈ ગયા છે. 4 જાન્યુઆરીએ આ આંકડો 48 હજાર 801 હતો.

દેશમાં રવિવારે કોરોનાના 16 હજાર 85 નવા દર્દી નોંધાયા. 16 હજાર 735 સાજા થઈ ગયા અને 150 સંક્રમિતોના મોત થયા. જીવ ગુમાવનારનો આ આંકડો 232 દિવસ એટલે કે 23 મે પછી સૌથી ઓછો છે. ત્યારે એક દિવસમાં 142 સંક્રમિતોના મોત થયા હતા.

દેશમાં કોવિડ-19ના અત્યાર સુધી 1 કરોડ 4 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાંથી 1 કરોડ 92 હજાર દર્દી સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 1.51 લાખ દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. કુલ 2 લાખ 19 હજાર 788 દર્દીઓની સારવાર ચાલી રહી છે.આ આંકડા covid19india.org માંથી લેવામાં આવ્યા છે.

ત્રણ દર્દીઓમાં કોરોના વાઈરસનો સાઉથ આફ્રિકા વાળો સ્ટ્રેન મળ્યો
મુંબઈના ત્રણ દર્દીઓમાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યો છે. આ ત્રણ દર્દી હવે સાજા થઈ ચૂક્યાં છે. ચિંતા એ વાતની છે કે કોરોનાના દર્દીઓના શરીરમાં અત્યાર સુધી બનેલા ત્રણ પ્રકારના એન્ટીબોડીની આ સ્ટ્રેન પર કોઈ અસર થઈ નથી. નિષ્ણાત આ નવા સ્ટ્રેનને સાઉથ આફ્રિકાના કોરોના સ્ટ્રેન સાથે જોડીને જોઈ રહ્યાં છે.

મુંબઈના ટાટા મેમોરિયલ સેન્ટરના પ્રોફેસર ડોક્ટર નિખિલ પટકરની ટીમે 700 કોરોના સેમ્પલની જીનોમ સિક્વેન્સિંગ કરી હતી. જેમાંથી ત્રણ સેમ્પલમાં કોરોનાના E484K મ્યૂટેન્ટ મળ્યા છે. વાઈરસના જિનેટિક પદાર્થમાં થતા ફેરફારને મ્યૂટેશન કહેવાય છે. આનાથી વાઈરસ પોતાનું રૂપ બદલી લે છે,ત્યારે જૂના વાઈરસ વિરુદ્ધ બનેલા એન્ટીબોડીની બદલાયેલા વાઈરસ પર કોઈ અસર નથી થતી.

નવા મ્યૂટેન્ટથી ગભરાવાની જરૂર નથી
બેંગલુરુના મહામારી નિષ્ણાત ડો.ગિરિધર બાબૂનું કહેવું છે કે ગભરાવાની જરૂર નથી, કારણ કે, E484K મ્યૂટેશન વાળા વાઈરસ સપ્ટેમ્બરથી જનતા વચ્ચે છે. જો આ ઘણા ઝડપથી ફેલાતા તો અત્યાર સુધી સ્થિતિ ખરાબ થઈ ચૂકી હોત.

[ad_2]

Source link