Uncategorized

કોરોના દેશમાં: દિલ્હીમાં 30 એપ્રિલ સુધી રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ; છેલ્લા 4 દિવસથી અહીં 3500થી વધુ કેસ નોંધાઈ રહ્યા

[ad_1]

  • Gujarati News
  • National
  • Today, The Number Of Active Cases May Cross 8 Lakh, For The Third Day In A Row, More Than 90,000 New Cases Were Registered

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • દેશમાં અત્યાર સુધીમાં 1.27 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા

દેશમાં કોરોનાનો વધતો ગ્રાફ દરાવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 96,563 નવા કેસ નોંધાયા, 50,095 સાજા થયા અને 445 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યા 7.84 લાખ થઈ ગઈ છે. તેમાં છેલ્લા 6 દિવસમાં 30,000થી વધુનો વધારો થઈ રહ્યો છે. એવામાં અંદાજો છે કે આજે આ 8 લાખને પાર થઈ શકે છે.

દેશમાં અત્યાર સુધીમાં 1.27 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.17 કરોડ લોકો સાજા થયા છે. અને 1.65 લાખ લોકોના મૃત્યુ થયા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

કોરોના અપડેટ્સ

  • વધતાં કોરોનાના કેસને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને પંજાબમાં 50 ઉચ્ચ કક્ષાની હેલ્થ ટીમ મોકલવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે હાઇલેવલ મિટિંગમાં આ અંગે નિર્દેશ આપ્યા હતા.
  • રાજ્યોમાં કોરોનાની સ્થિતિને ઘ્યાનમાં લેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 8 એપ્રિલના રોજ સાંજે 6 વાગે મુખ્યમંત્રીઓ સાથે ઓનલાઈન બેઠક કરશે. આ દરમિયાન કોરોનાની સ્થિતિની સમિક્ષા પણ કરશે. રાજસ્થાનમાં વધતાં કોરોનાના કેસ મુદ્દે રાજ્ય સરકારે જોધપુરમાં 6 થી 19 એપ્રિલ સુધી રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો છે.
  • બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર અને એક્ટર વિક્કી કૌશન પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. બંનેએ સોશિયલ મીડિયા પર આ બાબતે જાણકારી આપી હતી.

મુખ્ય રાજ્યની પરિસ્થિતી

1. મહારાષ્ટ્ર
અહીં સોમવારે 47,288 નવા કેસ નોંધાયા હતા. 26,252 દર્દીઓ સાજા થયા અને 155 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. રાજયમાં અત્યાર સુધીમાં 30.57 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 25 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 56,033 લોકોના મોત થયા છે. અહીં લગભગ 4.51 લાખ લોકો સારવાર હેઠળ છે.

2. દિલ્હી
અહીં સોમવારે 3,548 નવા કેસ નોંધાયા હતા. 2,936 દર્દી સજા થયા અને 15 લોકોના મોત થયા. અહીં અત્યાર સુધીમાં 6.79 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે, 6.54 લાખ સાહા થયા છે અને 11,096 લોકોના મોત થયા છે. હાલમાં 14,579 દર્દીની સરવાર ચાલી રહી છે.

3. મધ્યપ્રદેશ
અહીં સોમવારે 3,398 નવા કેસ નોંધાયા હતા. 2,064 લોકો સજા થયા, જ્યારે 15 લોકોના મોત થયા. રાજયમાં અત્યાર સુધીમાં 3.10 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 2.83 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,055 લોકોના મોત થયા છે. હાલમાં 22,654 લોકોની સારવાર ચાલી રહી છે.

4. ગુજરાત
અહીં સોમવારના 3,160 નવા કોરોનાના કેસ નોંધાયા હતા.2,028 દર્દી સાજા થયા, જ્યારે 15 લોકોના મોત થયા . રાજયમ અત્યાર સુધીમાં 3.21 લાખ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાં 3 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 4,581 લોકોના મોત થયા છે. હાલમાં 16,252 દર્દીઓ સારવાર હેઠળ છે.

5. પંજાબ
સોમવારે અહીં 2,692 નવા દર્દીઓ મળી આવ્યા હતા. 2,515 સાજા થયા, જ્યારે 72 મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં 2.54 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 2.21 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 7,155 ના મોત થયા છે હાલમાં, 25,419 લોકો સારવાર લઈ રહ્યા છે.

6. રાજસ્થાન
સોમવારે અહીં 2,429 નવા કેસ નોંધાયા હતા. 527 દર્દીઓ સાજા થયા અને 12 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 3.41 લાખ દર્દીઓ સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. તેમાંથી 3.24 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 2,841 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલમાં 14,768 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link