Uncategorized

કોરોના દુનિયામાં: અમેરિકામા છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 77 હજાર નવા કેસ નોંધાયા; કેલિફોર્નિયામાં સ્થિતિ બેકાબૂ, ટોક્યોમાં હેલ્થ ઈમરજન્સીની તૈયારી

[ad_1]

  • Gujarati News
  • International
  • 2 Lakh 77 Thousand New Cases Of Corona Were Reported In The Last 24 Hours In America; Situation Out Of Control In California, Health Emergency Preparedness In Tokyo

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોશિંગ્ટન14 કલાક પહેલા

શનિવારે કેલિફોર્નિયાની એક હોસ્પિટલમાં દર્દીની પાસે ઉપસ્થિત આરોગ્ય કર્મચારી. અહીં આરોગ્ય વિભાગે લોકોને રક્તદાન કરવા માટે અપીલ કરી છે.

  • દુનિયામાં અત્યાર સુધીમાં 8.49 કરોડથી વધુ સંક્રમિત, 18.42 લાખ લોકો મૃત્યુ પામ્યા, 6.01 કરોડ સાજા થયા
  • અમેરિકામાં કોરોનાના કેસનો આંકડો 2.09 કરોડથી વધુ, અત્યાર સુધીમાં 3.58 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો

દુનિયામાં કોરોના દર્દીઓની સંખ્યા 8.49 કરોડને પાર થઈ ગઈ છે. 6 કરોડ 01 લાખથી વધુ લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 18 લાખ 42 હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે આ આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે. અમેરિકામાં સંક્રમણને કારણે સ્થિતિ વધુ કથળી રહી છે. કેલિફોર્નિયાની હોસ્પિટલોમાં કોરોનના દર્દીઓ માટે બેડ પહેલાથી જ ઓછા પડી રહ્યા હતા. હવે અહીં ગંભીર દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આથી જ લોકો તરફથી રક્તદાન કરવામાં આવે છે તેવી અપીલ કરવામાં આવી છે.અમેરિકામા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 2 લાખ 77 હજાર જેટલા નોંધાયા છે. શનિવારે એક જ દિવસમાં 2 લાખ 77 હજાર કેસ સામે આવતા પરિસ્થિતી બેકાબૂ બની છે. અમેરીકામાં આ અત્યાર સુધીમાં એક જ દિવસમાં નોધાયેલ કેસનો સૌથી મોટો આંક છે.

આરોગ્ય વિભાગ દ્વારા અપીલ
કેલિફોર્નિયાના આરોગ્ય વિભાગે શનિવારે એક અપીલ કરી હતી. લોકોને રક્તદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે- આપણું રાજ્ય કોવિડ-19 ના વધતા સંક્રમણ સામે ઝઝૂમી રહ્યું છે. આ ખૂબ જ મુશ્કેલ સમય છે. આપણા બ્લડ કેન્દ્રોને લોહીના એકમોની તીવ્ર જરૂર છે. કૃપા કરીને, દરેક બ્લડ ગ્રુપના લોકો રક્તદાન કરવા માટે આગળ આવો. જો તમે આ મહામારી સામે લડવા માંગતા હો, તો બધાએ સાથે રહેવું પડશે. આપણે આપણા લોકોનો જીવ બચાવવો પડશે.

CNNઅનુસાર, એકલા કેલિફોર્નિયામાં શનિવારે 585 લોકો મૃત્યુ પામ્યા. આ એક દિવસમાં મોતનો સૌથી મોટો આંકડો છે. સ્થિતિ કેટલી હદે ખરાબ થઈ રહી છે આનો અંદાજ એ બાબતથી લગાવી શકાય છે કે આરોગ્ય કર્મચારીઓ સિવાય નેશનલ ગાર્ડ અને યુએસ આર્મી હેલ્થ યુનિટને પણ તૈનાત કરવામાં આવ્યા છે. દર્દીઓને શિફ્ટ કરવા માટે એરફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે.

ન્યૂ યર સેલિબ્રેશન ભારે પડ્યું
અમેરિકામાં ન્યૂ યર સેલિબ્રેશનની પણ ભારે પડ્યું છે. અમેરિકામા છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા કેસ 2 લાખ 77 હજાર સામે આવતા પરિસ્થિતી બેકાબૂ બની છે.

ટોક્યોમાં સંકટ
CNNના એક રિપોર્ટ અનુસાર જાપાનની રાજધાનીમાં કોરોનાનું સંક્રમણ અને ગંભીર કેસો વધી રહ્યા છે. આરોગ્ય મંત્રાલયે શનિવારની રાત્રે બ્રીફિંગમાં કહ્યું – ટોક્યોમાં હવે ફરીથી સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અહીંની હોસ્પિટલોમાં કુલ 716 દર્દીઓ એવા છે, જેની હાલત ખૂબ જ નાજુક છે. શિયાળામાં પરિસ્થિતી વધુ મુશ્કેલ થઈ શકે છે. શનિવારે અહીં એક જ દિવસમાં 54 લોકોમાં મૃત્યુ થયા હતા.

ટોક્યોના રાજ્યપાલે શહેરમાં ઈમરજન્સી લગાવવાની માંગ કરી છે. રાજ્યપાલ યુરીકો કોઈકીએ કહ્યું- આપણે એવા નિર્ણય લેવા જ પડશે જેથી આ સંક્રમણ ઝડપથી ન ફેલાય. આ માટે કડક પગલાં ભરવા પડે તો પણ જરૂરથી લેવામાં આવે.

વેક્સિનની સાઈડ ઇફેક્ટ
અમેરિકન કંપની ફાઇઝરની કોરોના વેક્સિનમાં પાંચ લોકોમાં ગંભીર આડઅસર જોવા મળી છે. ફિનલેન્ડની મેડિસીન એજન્સીને આ બાબતે ફરિયાદ મળી છે. બે દિવસ પેહલાં ફાઈઝરને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા વિશ્વભરમાં ઈમરજન્સીના ઉપયોગ માટેની મંજૂરી આપવામાં આવી હતી.

ફિનિશ YLE બ્રોડકાસ્ટરના સમાચાર અનુસાર, 27 ડિસેમ્બરથી યુરોપના દેશોમાં સામૂહિક વેક્સિનેશન ડ્રાઇવ શરૂ થઈ. યુરોપમાં ઈમરજન્સીના ઉપયોગ માટે ફાઇઝરને મંજૂરી આપી હતી. ફિનલેન્ડના મુખ્ય ફિઝિશિયન મૈઆ કૌકોનેએ કહ્યું કે અત્યાર સુધી પાંચ લોકોએ આડઅસરની ફરિયાદ કરી છે. તેમની વિગતો વિશ્વાસપાત્ર છે, તેથી જાહેર કરી શકાતી નથી. જો કે, ટૂંક સમયમાં જ અમે અમારી વેબસાઇટ પર પ્રતિક્રિયા વિશેની માહિતી અપલોડ કરીશું. તેમણે કહ્યું કે રીએક્શનના કેસોમાં હજી પણ વધારો થઈ શકે છે.

કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશોની પરિસ્થિતી

દેશ

કેસ

મૃત્યુ

સાજા થયા

અમેરિકા

20,904,701

358,682

12,361,387

ભારત

10,324,631

149,471

9,926,527

બ્રાઝિલ

7,716,405

195,742

6,769,420

રશિયા

3,212,637

58,002

2,599,035

ફ્રાન્સ

2,639,773

64,765

194,221

યૂકે

2,488,780

73,512

ઉપલબ્ધ નહીં

તુર્કી

2,208,652

20,881

2,100,650

ઈટલી

2,107,166

74,159

1,463,111

સ્પેન

1,921,115

50,689

ઉપલબ્ધ નહીં

જર્મની

1,735,819

33,917

1,328,200

(આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.)

[ad_2]

Source link