Uncategorized

કોરોનાની બીક: કઝિનના મૃત્યુ પછી ડિરેક્ટર હંસલ મહેતાને પોતાની પત્ની અને દીકરીની ચિંતા, કહ્યું-બંનેમાં કોરોનાનાં લક્ષણ છે, રિપોર્ટની રાહ જોવું છું

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 કલાક પહેલા

  • કૉપી લિંક
કુંભના મેળાનો વીડિયો શેર કરી ગુસ્સો ઠાલવતા કહ્યું, મૂર્ખનો કોઈ ધર્મ હોતો નથી - Divya Bhaskar

કુંભના મેળાનો વીડિયો શેર કરી ગુસ્સો ઠાલવતા કહ્યું, મૂર્ખનો કોઈ ધર્મ હોતો નથી

  • હંસલ મહેતાએ સો.મીડિયા પર લખ્યું, પ્લીઝ બધા ઘરે જ રહો.પ્લીઝ, માસ્ક પહેરો.
  • તેમણે કુંભના મેળાનો વીડિયો શેર કરી ગુસ્સો ઠાલવતા કહ્યું, મૂર્ખનો કોઈ ધર્મ હોતો નથી

છેલ્લા ઘણા દિવસથી દેશભરમાં કોરોનાનો કહેર છે. રોજ કેસનો આંકડો વધી રહ્યો છે. કોરોનાને લીધે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. થોડા દિવસ પહેલાં પોપ્યુલર ડિરેક્ટર હંસલ મહેતાના કઝિનનું અમદાવાદમાં નિધન થયું હતું. એ પછી હંસલ મહેતા કોરોનાવાઈરસથી ડરી ગયા છે. હાલમાં તેમની પત્ની અને દીકરીનો કોવિડ ટેસ્ટ થયો. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લોકોને સાવચેતી રાખવા વિનંતી કરી છે.

હંસલ મહેતાએ પોસ્ટમાં લખ્યું, દરેક પ્રકારની સાવધાની રાખવા છતાં મારી પત્ની અને દીકરીમાં કોરોનાનાં લક્ષણ દેખાયા છે અને તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો છે. રિપોર્ટની રાહ છે. તેમની સારવાર પણ ચાલુ છે. પ્લીઝ બધા ઘરે જ રહો. મહેરબાની કરીને ધ્યાન રાખો. પ્લીઝ, માસ્ક પહેરો.

અમદાવાદમાં રહેતો કઝિન ગુમાવ્યો
કોરોનાવાઈરસને લીધે હંસલ મહેતાના કઝિનનું નિધન થયું હતું. ફિલ્મમેકર આ વાતની જાણકારી સો. મીડિયા પર આપતાં કહ્યું હતું, કે કોવિડ 19ને લીધે અમદાવાદમાં મારા એક નજીકના કઝિનને ગુમાવ્યો. તેની પત્નીની સ્થિતિ પણ ગંભીર છે. ગુજરાતની હાલત બહુ ખરાબ છે, જેટલું કહેવામાં આવી રહ્યું છે એના કરતાં ઘણું વધારે. હંસલની પોસ્ટ જોયા પછી તેમના મિત્રો અને ફેમિલી મેમ્બર્સ કઝિનને શ્રદ્ધાંજલિ આપી હતી. ઘણા લોકોએ ગુજરાતની સ્થિતિ ભયાનક કહેવા પર તેમને ટ્રોલ પણ કર્યા.

અંશુલ દુબે નામનાં યુઝરે લખ્યું, ‘એકવાર છત્તીસગઢનો ગ્રાઉન્ડ રિપોર્ટ જાણશો તો તમારા ચહેરા પરથી હવા ઊડી જશે.’

કુંભના મેળાનો વીડિયો શેર કરી ગુસ્સો ઠાલવતા કહ્યું, મૂર્ખનો કોઈ ધર્મ હોતો નથી

નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મમેકર
હંસલ મહેતા નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મમેકર છે. 2013માં ફિલ્મ શાહિદ માટે તેમને બેસ્ટ ડિરેક્ટરનો નેશનલ અવૉર્ડ મળ્યો હતો. આ ઉપરાંત તેમણે ‘દસ કહાનિયા’, ‘રાખ’, ‘સિટીલાઈટ’, ‘અલીગઢ’, ‘સિમરન’, ‘ઓમર્ટા’, ‘સ્કેમ 1992’ (વેબ સિરીઝ) અને‘છલાંગ’ ફિલ્મનું નિર્દેશન પણ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે…



[ad_2]

Source link