Uncategorized

કોરોનાના ડરે માનસિક સંતુલન ગુમાવ્યુ: રશિયામાં મેડિકલનો અભ્યાસ કરતી સુરતની યુવતીને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવી પડી, ચાર મહિના પહેલાં લોકોને ઓળખતી બંધ થઈ હતી

[ad_1]

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat Girl Studying Medicine In Russia Loses Mental Balance Due To Fear Of Corona, Had To Be Admitted To Mental Hospital

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત2 દિવસ પહેલાલેખક: ધિરેન્દ્ર પાટીલ

  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar

ફાઇલ તસવીર

  • યુવતીએ લોકોને ઓળખવાના બંધ કરી દીધા અને ચીસો પાડવા લાગતી હતી
  • લોકડાઉન થતાં યુવતી રશિયામાં જ ફસાઇ હતી, સતત ત્રણ મહિનાની ટ્રીટમેન્ટ બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ

સુરતનાં પોશ વિસ્તારમાં રહેતા વેપારી રમેશ શાહ (નામ બદલ્યું છે) ને બે દિકરી છે. મોટી દિકરી સંજના (નામ બદલ્યું છે) 24 વર્ષની છે. જે રશિયામાં એમ.બી.બી.એસનો અભ્યાસ કરે છે. લોકડાઉન બાદ રશિયામાં જ ફસાઇ ગયેલી સંજના પોતાનાં પરિવાર પાસે આવી શકી નહીં. રશિયામાં એકલી-એકલી સંજનાને કોરોના થઇ જવાનો ડર લાગ્યો. પોતાનાં મમ્મી-પપ્પાને કોરોના થઇ જશે તો? આવા ડર વચ્ચે એ જીવી રહી હતી.

અચાનક લોકોને ઓળખવાનું બંધ થયું
લોકડાઉન દરમિયાન હોરર ફિલ્મો જોઇ પોતાનો સમય પસાર કરતી હતી. ચારેક મહિના પહેલા એણે અચાનક લોકોને ઓળખવાનાં બંધ કરી દીધા. કારણ વિના ચીસો પાડવા માંડી. એલફેલ બોલવા માંડી. એને આવી હાલતમાં જોઇને એનાં મિત્રો ગભરાઇ ગયા. એને રશિયાની મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવી પડી.

ડોક્ટરે ઓનલાઇન કાઉન્સેલિંગ કર્યું
કોરોનાએ સમગ્ર વિશ્વને બાનમાં લીધું હતું એટલે સંજનાનાં માતા-પિતા રશિયા જઇ શકે એમ ન્હોતા. સંજનાને રશિયાથી સુરત લાવી શકાય એમ પણ ન્હોતું. ખૂબ ચિંતાતુર એવા સંજનાનાં માતા-પિતાએ સુરતનાં સાઇકિયાટ્રીસ્ટ ડો.મુકુલ ચોક્સીનો સંપર્ક કર્યો. ડો.મુકુલ ચોક્સીએ રશિયાનાં ડોક્ટર્સ સાથે વાત કરી અને સંજનાનું ઓનલાઇન કાઉન્સેલિંગ કર્યું. સતત ત્રણ મહિનાની ટ્રીટમેન્ટ બાદ હવે સંજનાને હોસ્પિટલમાંથી રજા મળી છે. ડો.મુકુલ ચોક્સીનાં જણાવ્યા અનુસાર સંજના હવે સ્વસ્થ છે પણ સંપૂર્ણ સાજી થઇ નથી. ધીમે-ધીમે એ સારી થઇ જશે.

મને કોરોના થઇ ગયો તો?
આવા ડર વચ્ચે રશિયામાં અભ્યાસ કરતી સુરતની દિકરીએ લોકોને ઓળખવાનાં બંધ કરી દીધા, ચીસો પાડવા માંડી-આ દિકરી પાગલ થઇ ગઇ, એને રશિયાની મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત ઊભી થઇ હતી. સુરતનાં સાઇકિયાટ્રીસ્ટ ડો.મુકુલ ચોક્સીએ રશિયાનાં ડોક્ટર્સ સાથે મળીને આ દિકરીની ઓનલાઇન ટ્રીટમેન્ટ કરતા ત્રણ મહિના બાદ હવે એ સાજી થઇ છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link