Uncategorized

કોમોડિટી: બિટકોઇનમાં એકતરફી કૃત્રિમ તેજીથી હેજફંડોનું આકર્ષણ સોના-ચાંદીમાં તેજીનાં વળતા પાણી, ચાંદી રૂ.63000 થઇ શકે

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ15 દિવસ પહેલાલેખક: મંદાર દવે

  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar

ફાઇલ તસવીર

  • ડોલર ઇન્ડેક્સમાં મંદી અટકી, બિટકોઇનમાં સટ્ટો આક્રમક બનતા HNI ઇન્વેસ્ટર્સનું આકર્ષણ વધ્યું

બિટકોઇનમાં તેજીનો સટ્ટો જામ્યો છે. બિટકોઇનમાં હેજફંડ્સની આક્રમક ખરીદીના કારણે 40000 ડોલરની સપાટી કુદાવી 40500ની રેકોર્ડ સપાટી પર પહોંચ્યો છે. હેજફંડ્સ ઉપરાંત HNI ઇન્વેસ્ટર્સનું આકર્ષણ વધતા બૂલિયનમાંથી રોકાણ પાછુ ખેંચવા લાગ્યું છે જેના પરિણામે સપ્તાહના અંતીમ દિવસે સોનું સરેરાશ 50 ડોલર તૂટી 1835 ડોલર જ્યારે ચાંદી 9 ટકા તૂટી 24.64 ડોલર પહોંચી છે. વૈશ્વિક બજાર પાછળ સ્થાનિક બજારમાં પણ સોનું ઘટી 51000 નજીક જ્યારે ચાંદી 65800 આસપાસ રહી છે. જે ઝડપી ઘટી 63000ની સપાટી સુધી પહોંચી શકે છે.

એગ્રી કોમોડિટીમાં નિકાસ વૃદ્ધિથી મજબૂત સ્થિતિ
એગ્રી કોમોડિટીમાં રવી સિઝનમાં પાકનો અંદાજ ઉંચો મુકાઇ રહ્યો છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી નિકાસ વેપાર સતત વધી રહ્યાં છે જેના કારણે હાજર તેમજ વાયદામાં મજબૂત સ્થિતી રહી છે. સોયાબીન તથા સોયાતેલ ઓલટાઇમ હાઇ સપાટી પર છે. ઘઉંમાં પણ નિકાસ વેપાર વધતા નવી સિઝન પૂર્વે ભાવ ઉંચકાઇ ગયા છે. કોટનમાં મીલોની મોટા પાયે ખરીદી છે. ડોલરનો સપોર્ટ છે નિકાસ વધે તો રૂના ભાવ ઝડપી 45000ની સપાટી કુદાવે તેવું અનુમાન છે.

ડોલર સુધરતા મેટલ્સમાં પ્રોફિટબુકિંગ
1. ડોલર ઇન્ડેક્સ સુધરતા તેજીને બ્રેકઃ
ડોલર ઇન્ડેક્સ ગતવર્ષે ઉપરમાં 104થી ઘટી 88 સુધી પહોંચ્યા બાદ ગત સપ્તાહે ફરી વધી 90ની ઉપર પહોંચતા મેટલ્સમાં કામચલાઉ તેજી અટકી છે.
2. કોપર-નિકલ તથા ઝીંકમાં પ્રોફિટબુકિંગ: કોપર-નિકલ તથા ઝિંકમાં આવેલ ઝડપી તેજીના કારણે રોકાણકારોનું પ્રોફિટબુકિંગ આવતા ભાવ ઘટવા લાગ્યા છે. સપ્તાહમાં સરેરાશ 5-7 ટકા જેટલા ભાવ તૂટ્યા છે. ઉંચા ભાવમાં નવી ડિમાન્ડ અટકી છે.
3. કોપર ઘટી 570, નિકલ 1250 થઇ શકે: એલએમઇ ખાતે કોપરની રેન્જ નીચામાં 7000 ઉપરમાં 8700 છે. જ્યારે નિકલમાં 15000-19700ની રહેશે. એમસીએક્સ ખાતે કોપર ઘટી 570 અને નિકલ 1250 સુધી થઇ શકે છે.

નવા સપ્તાહ માટેની ટ્રેડિંગ રેન્જ

વિગત બંધભાવ રેન્જ સ્ટોપલોસ
એરંડા 4402 4370-4470 4430
ચણા 4468 4430-4530 4470
ગમ 5978 5950-6070 5970
ગવાર 3887 3830-3950 3900
ધાણા 5732 5700-5830 5770
ક્રૂડ 3789 3730-3870 3830
સોનું 48818 48500-49750 49500
ચાંદી 63850 62500-65500 63300

નોંધ : ભાવ NCDEX-MCX વાયદાના છે

[ad_2]

Source link