Uncategorized

કેનેડા: એડમેન્ટનના BAPS સ્વામિનારાયણ મંદિરમાં અનેક સંતો, હરિભક્તો અને એડમેન્ટનવાસીઓની હાજરીમાં પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ

[ad_1]

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nrg
  • BAPS Swaminarayan Temple In Edmonton Was Inaugurated In The Presence Of Many Saints, Haribhaktas And Edmontonians

કેનેડા15 દિવસ પહેલા

  • કૉપી લિંક

સ્વામીનારાયણ સંસ્થા બી.એ.પી.એસ એડમેન્ટન મંડળની ભારે મહેનત થકી એક વધુ યશ કલગી એડમેન્ટન હિન્દુ સમાજ માટે ઉમેરાય અને ભક્તિમય વાતાવરણમાં દિવ્ય પ્રાણપ્રતિષ્ઠા અનેક સંતો, હરિભક્તો અને એડમેન્ટનવાસીઓ ની હાજરીમાં કોવિડ રેગ્યુલેશન સાથે સંપન્ન થઈ.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના સંકલ્પ ને (સમગ્ર કેનેડા ને સત્સંગના રંગે રંગવું છે.) પૂર્ણ કરવા પ્રગટગુરુ હરિ પરમ પૂ.શ્રી મહંતસ્વામી ની પ્રેરણાથી, સંસ્થાના સદગુરુ પ. પૂ.ઇશ્વર ચરણ સ્વામી અને અન્ય સંતો ભારતથી તથા યુ.એસ.એ અને કેનેડાની બીજી સિટીમાંથી તથા કેનેડાના બીજા સત્સંગમંડળો પધાર્યા હતા, અને ભક્તિમય વાતાવરણને વધુ આધ્યાત્મિક બનાવ્યુ હતું.

આખા વિશ્વમાં મંદિર નિર્માણમાં અગ્રેસર જ નહીં પણ એક રેકોર્ડ સાથે બાપ્સ સંસ્થા ખરેખર કેનેડાના દરેક મોટી સિટીમાં આ રીતે સ્વામિનારાયણ ભક્તિ, સંસ્કાર સને સત્સંગના માહોલનું સર્જન કરવાનું આ ઉમદા કાર્ય સરાહનીય છે.

એડમેન્ટન બાપ્સની એક વિશેષતા નોંધવા જેવી એ પણ છે કે અહીંયા ગુજરાતી કલાસ બાળકો માટે ચાલશે જે ગુજરાતી સમાજ માટે આનંદની વાત છે.

( અહેવાલ : મનિષ પટેલ., પૂરક માહિતી અને તસવીરો : જીગ્નેશ મહેતા.)

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link