Uncategorized

કળયુગનો કપૂત: માતા-પિતાએ ઓક્સફોર્ડમાં ભણાવ્યો, નોકરી ન મળી તો 41 વર્ષના દીકરાએ તેમના પર જ કેસ કર્યો

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લંડન3 કલાક પહેલા

  • કૉપી લિંક
ફૈઝ સિદ્દીકી નામના આ શખ્સે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે - Divya Bhaskar

ફૈઝ સિદ્દીકી નામના આ શખ્સે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે

  • ફૈઝના તમામ પ્રકારના બિલ અને ખરીદીના ખર્ચાઓ મળીને મહિનામાં તેને લગભગ બે લાખ કે તેથી વધુ રૂપિયા તેના માતા-પિતા આપે છે.
  • વર્ષ 2018માં ફૈઝે પોતાની નબળી માનસિક સ્થિતિનો હવાલો આપીને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વિરૂદ્ધ પણ કેસ કર્યો હતો, અને વળતર પેટે 10 કરોડ રૂપિયા માગ્યા હતા.

દરેક માં બાપને ચ્હા હોય છે કે તેના બાળકો મોટા થઈને તેમનો સહારો બને. દરેક માતા પિતા એવું ઈચ્છતા હોય છે કે તેઓ જ્યારે ઘરડા થાય ત્યારે તેના સંતાનો વૃદ્ધ માતા-પિતાની સેવા કરે છે અને તેમની આર્થિક જરૂરિયાતોને પૂરી કરે. પરંતુ લંડનમાં રહેતો કળયુગનો એક એવો દીકરો છે જેને પોતાના પેરેન્ટ્સની મદદ કરવાને બદલે તેમના વિરૂદ્ધ જ કેસ ઠોકી દિધો છે.

41 વર્ષના એક શખ્સે પોતાના માતા-પિતા પાસેથી આખી જિંદગી તેનો ખર્ચ ઉઠાવવાની માગ કરતા તેમના પર કેસ કરી દિધો છે. તેનાથી પણ ચોંકાવનારી વાત એ છે કે ફૈઝ સિદ્દીકી નામના આ શખ્સે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે અને તે એક ટ્રેન્ડ લોયર છે. આટલું ભણેલો ગણેલો હોવા છતાં બેકાર હોવાનું કારણ જણાવી તે પોતાના વૃદ્ધ માતા-પિતાને સંભાળવાને બદલે તેમની પાસેથી જિંદગીભર રૂપિયા મળે તેવી માગ કરી રહ્યો છે.

ફૈઝનું કહેવું છે કે તે છેલ્લાં 10 વર્ષથી બેરોજગાર છે અને હાઈકોર્ટમાં તેને દલીલ કરી છે કે તેની તબિયત નાદુરસ્ત હોવાને કારણે શારીરિક રીતે નબળા વયસ્ક બાળકો તરીકે ભરણપોષણ માટેના દાવાનો હકદાર છે. તેને રોકવો તે માનવાધિકારોનું ઉલ્લંઘન છે.

અત્યાર સુધી પેરેન્ટ્સે જ ઉઠાવ્યો ખર્ચો
71 વર્ષના જાવેદ અને 69 વર્ષની રક્ષંદા ફૈઝના માતા-પિતા છે, અને તેઓ દુબઈમાં રહે છે. તેમના વકીલે હાઈકોર્ટમાં કહ્યું કે ફૈઝના માતા-પિતા પહેલાં જ તેને ઓક્સફોર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં અભ્યાસ કરાવી ચુક્યા છે. આ ઉપરાંત તેઓએ ફૈઝને 20 વર્ષ પહેલાં જ સેન્ટ્રલ લંડનના હાઈડ પાર્કમાં એક ઘર ખરીદીને આપી રાખ્યું છે, જેની કિંમત હાલ લગભગ 10 કરોડ રૂપિયા છે.

વકીલે જણાવ્યું કે ફૈઝના માતા-પિતાએ તેમના અભ્યાસથી લઈને અત્યાર સુધીનો તમામ ખર્ચો ઉઠાવ્યો છે. આટલું જ નહીં તેઓએ દર સપ્તાહે ફૈઝને અત્યાર સુધીમાં લગભગ 40 હજાર રૂપિયા ખર્ચ માટે આપતા આવ્યા છે. આ ઉપરાંત ફૈઝના તમામ પ્રકારના બિલ અને ખરીદીના ખર્ચાઓ મળીને મહિનામાં તેને લગભગ બે લાખ કે તેથી વધુ રૂપિયા આપતા આવ્યા છે.

ફૈઝના માતા-પિતા પારિવારિક કલેશથી પરેશાન
વકીલનું કહેવું છે કે હવે પારિવારિક વિવાદને કારણે તેના માતા-પિતા તેને આ રૂપિયા નથી આપવા માગતા. પારિવારિક કલેશને કારણે તેઓ ઘણાં સમયથી પરેશાન છે. તેમના માતા-પિતાનું કહેવું છે કે ફૈઝની આ માગ યોગ્ય નથી. તે પહેલાં પણ ઓક્સફોર્ડ વિરૂદ્ધના કેસમાં પોતાની માનસિક સ્થિતિ નબળી હોવાનું જણાવી ચુક્યા છે, જેને કોર્ટ ફગાવી ચુક્યું છે.

2011થી ફૈઝ બેરોજગાર
ફૈઝે એક ટોપ લો ફર્મમાં પ્રેક્ટિસ કરી, પરંતુ વર્ષ 2011થી તેને ક્યાંય નોકરી નથી મળી. આ પહેલાં પણ તેને ફેમિલી કોર્ટમાં પોતાના માતા-પિતા વિરૂદ્ધ આ પ્રકારનો જ એક કેસ કર્યો હતો જેને ફેમિલી જજે ફગાવી દિધો હતો.

ફૈઝની દલીલ
ફૈઝ સિદ્દીકીએ પોતાના માતા-પિતા સમક્ષ આજીવન ભરણ પોષણ માટે ખર્ચો આપવાની માગ કરવાનું કારણ જણાવ્યું છે. તેનું કહેવું છે કે તેને ઘણાં પ્રયાસો કર્યા પરંતુ કોઈ સારી નોકરી ન મળી શકી. એવામાં માતા-પિતા સિવાય તેનો કોઈ જ સહારો નથી અને તેથી તેઓએ જ તેની સમગ્ર જવાબદારી ઉઠાવવી જ પડશે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટી વિરૂદ્ધ પણ કેસ કર્યો હતો
મળતી જાણકારી મુજબ આ પહેલાં વર્ષ 2018માં ફૈઝે પોતાની નબળી માનસિક સ્થિતિનો હવાલો આપીને ઓક્સફોર્ડ યુનિવર્સિટી વિરૂદ્ધ પણ કેસ કરી દિધો હતો. તેને ઓક્સફોર્ડ પાસેથી 10 કરોડ રૂપિયા વળતર પેટે માગ્યા હતા. ફૈઝનો દાવો હતો કે ઓક્સફોર્ડમાં ભણતરનું સ્તર સારું ન હતું, જેના કારણે એક પ્રતિષ્ઠિત અમેરિકી લો કોલેજમાં તેનું એડમિશન ન થઈ શક્યું. જો કે ફૈઝ દ્વારા કરવામાં આવેલા કેસને લંડનની એક નીચલી કોર્ટે ફગાવી દિધો હતો.

ફૈઝે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

ફૈઝે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link