Uncategorized

કંગના vs જાવેદ અખ્તર: કંગના વિરુદ્ધ મુંબઈની કોર્ટમાં જામીનપાત્ર વોરંટ, 22 માર્ચ સુધી પોલીસ સામે હાજર થવાનું ફરમાન

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ4 કલાક પહેલા

કંગનાએ રીતિક રોશન કેસમાં જાવેદ અખ્તર પર ધમકી આપી હોવાનો આક્ષેપ મૂક્યો હતો. જાવેદે કંગના વિરુદ્ધ માનહાનિનો કેસ કર્યો છે

કંગના રનૌત ફરી એક વાર કાયદાકીય જાળમાં ફસાતી જોવા મળી રહી છે. ગીતકાર જાવેદ અખ્તરના માનહાનિ કેસમાં મુંબઈની અંધેરી મેટ્રોપોલિટીન મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવાર, પહેલી માર્ચે કંગના વિરુદ્ધ જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. કંગનાને વારંવાર બોલાવવા છતાં તે પોલીસ સ્ટેશનમાં હાજર થતી નહોતી, આથી જ કોર્ટે કંગના વિરુદ્ધ વોરંટ ઈશ્યૂ કર્યું છે.

કોર્ટે હવે કંગનાને પોલીસ સમક્ષ હાજર થવા માટે 22 માર્ચ સુધીનો સમય આપ્યો છે. આ દરમિયાન કંગના પોલીસ સ્ટેશન જાય છે તો વોરંટ આપોઆપ કેન્સલ થઈ જશે. આ કેસની આગામી સુનાવણી 26 માર્ચે થશે. આ દરમિયાન કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું હતું કે તેઓ વોરંટ વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરશે.

કંગના ના પોલીસ સ્ટેશનમાં હાજર થઈ અને ના તો કોઈ જવાબ આપ્યો
જાવેદ અખ્તરે નવેમ્બર, 2020માં કંગના વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેમના વકીલ જય કુમાર ભારદ્વાજે કહ્યું હતું કે ગયા મહિને મુંબઈ પોલીસ તરફથી કંગનાનું નિવેદન લેવા માટે સમન્સ જાહેર કર્યું હતું, પરંતુ તે હાજર થઈ નહોતી. તેના તરફથી કોઈ જવાબ પણ આવ્યો નહોતો.

કંગનાની બહેનને કારણે આ આખો કેસ શરૂ થયો છે

કંગનાની બહેનને કારણે આ આખો કેસ શરૂ થયો છે

આ કેસમાં ડિસેમ્બર, 2020માં અંધેરી મેટ્રોપૉલિટી મેજિસ્ટ્રેટ કોર્ટે જુહૂ પોલીસને કહ્યું હતું કે જાવેદ અખ્તરની ફરિયાદની તપાસ કરે. ત્યારબાદ પોલીસે પહેલી ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં રિપોર્ટ આપ્યો હતો, તેમાં કહેવામાં આવ્યું હતું કે ફરિયાદકર્તા (જાવેદ અખ્તર)ના આક્ષેપોની તપાસ જરૂરી છે.

જાવેદે કહ્યું હતું, મારી ઈમેજ ખરાબ થઈ
જાવેદ અખ્તરે એક ટીવી ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કંગનાએ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ તેમનું નામ પણ કેમ્પબાજીમાં લીધું છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જાવેદે કંગનાને રીતિક સાથેના સંબંધો પર ચૂપ રહેવાની ધમકી આપી હતી. આ વાતને કારણે તેમની જાહેર છબિને અસર થઈ છે.

શું છે પૂરો કેસ?
કંગનાની બહેન તથા મેનેજર રંગોલીએ ટ્વીટ કરીને જાવેદ અખ્તર પર એક્ટ્રેસને ધમકી આપી હોવાનો આક્ષેપ મૂક્યો હતો. રંગોલીએ ટ્વીટ કરી હતી, ‘જાવેદ અખ્તરજીએ કંગનાને ઘરે બોલાવી અને ધમકી આપી કે તે રીતિક રોશનની માફી માગે. મહેશ ભટ્ટે કંગના પર ચંપલ ફેંક્યું હતું, કારણ કે તેણે ભટ્ટની ફિલ્મમાં સુસાઈડ બોમ્બરની ભૂમિકા ભજવવાની ના પાડી દીધી હતી. તે વડાપ્રધાનને ફાસીવાદી કહી છે…કાકાજી તમે બંને શું છો?’

ઉલ્લેખનીય છે કે કંગના 2009થી 2013 સુધી રીતિક સાથે રિલેશનશિપમાં હતી. બ્રેકઅપ પછી બંનેના સંબંધો ઘણાં જ વિવાદમાં રહ્યા હતા. 2016માં એક શોમાં કંગનાએ રીતિકને સિલી એક્સ કહ્યો હતો અને દાવો કર્યો હતો કે પુરાવા તરીકે તની પાસે એ મેલ છે, જે રીતિકે રિલેશનશિપ દરમિયાન કર્યા હતા. રીતિકે આ અંગે કંગના વિરુદ્ધ મુંબઈ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link