Uncategorized

ઓસિ. કી તૈસી; 14 વર્ષ પછી ફરી મંકી ગેટ કાંડ: દર્શકોએ સિરાજને મંકી અને ડોગ કહ્યો; ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાની માફી માગી, કોહલીએ કહ્યું-આ ગુંડાગીરી ચલાવી ન લેવાય

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

10 દિવસ પહેલા

  • કૉપી લિંક
  • ICCએ ઘટનાની આકરી ટીકા કરી અને આ અંગે ઓસ્ટ્રેલિયા પાસેથી રિપોર્ટ માંગ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટમાં રંગભેદની ટિપ્પણી બદલ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાની માફી માંગી છે. ટેસ્ટના ચોથા દિવસે ફરી એક વખત ઓસ્ટ્રેલિયાના દર્શકોએ તમામ મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું હતું અને મોહમ્મદ સિરાજ અંગે રંગભેદ અંગે ટિપ્પણી કરવા સાથે અપશબ્દો પણ કહ્યાં હતા. આ જ પ્રકારની ઘટના મેચના ત્રીજા દિવસે પણ થઈ હતી. જસપ્રીત બુમરાહ અને સિરાજ બન્નેએ આ અંગે ફરિયાદ પણ કરી હતી. દર્શકોએ સિરાજને મંકી અને ડોગ કહ્યો હતો.

સિરાજે ચોથા દિવસે પોલીસને તે જગ્યા અંગે પણ માહિતી આપી હતી કે જ્યાંથી અવાજ આવ્યો હતો. ત્યારબાદ પોલીસે ઓસ્ટ્રેલિયાના છ દર્શકોને બહાર કાઢ્યા હતા. ઓસ્ટ્રેલિયાના દર્શકોની આ પ્રકારની વર્તણૂક અંગે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયા સમક્ષ માફી માંગી છે અને સોશિયલ મીડિયા પર એક નિવેદન આપતા કહ્યું છે કે આ પ્રકારના વ્યવહાર માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની જીરો ટોલરન્સ નીતિ છે.

તેમણે દર્શકોને કહ્યું કે જો તમે રંગભેદની ટિપ્પણીઓ કરો છો તો ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં તમારું સ્વાગત નહીં કરવામાં આવે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે બોર્ડ ICC તપાસની રાહ જોઈ રહ્યું છે. એક વખત દોષિતોની ઓળખ કરવામાં આવશે તો તેની સામે પગલા ભરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે યજમાન તરીકે ભારતીય ક્રિકેટમાં અમે અમારા મિત્રોની માંફી માંગી છીએ.

કોહલીએ કહ્યું આ ગુંડાગીરી ચલાવી ન લેવાય
વિરાટ કોહલીએ પણ આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે. તેઓએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે રંગભેદની ટિપ્પણીને ચલાવી ન લેવાય. બાઉન્ડ્રી લાઈન પર ઘણી ખરાબ વસ્તુઓ જોઈ છે, પણ આ તો ગુંડાગીરી જેવું વર્તન છે. આવા લોકો સામે કડક કાર્યવાહી કરાશે તો એકવાર જ બધુ ઠીક થઈ જશે.

ત્રીજા દિવસે રમત પૂરી થઈ ત્યારબાદ ભારતીય ડ્રેસિંગ રૂમની બહાર ટીમ ઈન્ડિયાના અધિકારી, ICC અને સ્ટેડિયમ સુરક્ષા અધિકારીઓ સાથે વાતચીત કરતા દેખાયા હતા. આ વાતચીત સમયે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઘટનાની માહિતી મળતા જ ICC સક્રિય થઈ ગયુ હતું અને દોષિતોને પકડવા માટે પોતાના સ્તર પર કોશિશ કરી રહ્યા છીએ.

સિડની મોર્નિંગ હેરાલ્ડના અહેવાલ પ્રમાણે NSW અને ICC સાથે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડના ગ્રાઉન્ડ ઓપરેટર્સ પણ દોષિતોને પકડવા માટે કામ કરી રહ્યા છે. ગ્રાઉન્ડમાં 800થી વધારે કેમેરા લાગેલા છે અને કોરોના વાઈરસને લીધે ઓથોરિટી પાસે મેચ જોવા માટે આવેલા 10 હજાર 75 દર્શકોની જાણકારી છે.

સિડની ટેસ્ટમાં વિવાદ:સિડનીમાં સિરાજ સાથે ફરી અપમાનજનક વ્યવહાર, વંશીય ટિપ્પણી કરનારા દર્શકોને સ્ટેડિયમમાંથી બહાર કઢાયા

ICCએ ઘટનાની ટીકા કરી અને રિપોર્ટ માંગ્યો
ICCએ રવિવારે સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી ટેસ્ટ દરમિયાન દર્શકો દ્વારા ભારતીય ખેલાડીઓ સામે રંગભેદની ગેરવર્તણૂંકની ઘટનાની ટીકા કરી છે અને યજમાન દેશના ક્રિકેટ બોર્ડ પાસે આ ઘટનાનો રિપોર્ટ માંગ્યો છે.

વિવાદ:ઓસ્ટ્રેલિયા પર ભડક્યો સહેવાગ, કહ્યું- તમે કરો તે ટોણો, અન્ય કોઈ કરે તો રંગભેદની ટિપ્પણી

સિરાજને અપશબ્દો કહેવામાં આવ્યા હતા
રવિવારે ચોથા દિવસે બીજા સત્ર સમયે ભારતીય ખેલાડી મેદાનમાં એકત્રિત થઈ ગયા હતા, સ્ક્વાયર લેગ બાઉન્ડ્રી પર રહેલા સિરાજે અપશબ્દો કહ્યાની ફરિયાદ કરી હતી. ત્યારબાદ સુરક્ષા કર્મચારીઓ અપશબ્દો બોલનાર દર્શકને શોધી રહ્યા હતા તેમ જ દર્શકોના એક સમૂહને સ્ટેન્ડમાંથી જવા કહેવામાં આવ્યુ હતું.

ઓસિ.ના પૂર્વ ક્રિકેટર શેન વૉર્ન તથા હસ્સીએ કહ્યું કે આવા દર્શકો પર આજીવન પ્રતિબંધ મૂકો
ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર શેન વૉર્ન અને માઈક હસ્સીએ સિરાજવાળી ઘટના અંગે કહ્યું કે આવા દર્શકો પર આજીવન પ્રતિબંધ મૂકવો જોઈએ. કોમેન્ટેટર માર્ક હાવર્ડે પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સમક્ષ આવી ઘટનાઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા માગ કરી છે. બીજી બાજુ માહિતી અનુસાર એક દિવસ અગાઉ પણ બુમરાહ અને સિરાજ પર આવી ટિપ્પણીઓ કરાઈ હતી. આ મામલે સુકાની અજિંક્યા રહાણે અને બીજા સિનિયર ખેલાડીઓએ મીટિંગ કરી હતી. તેમાં સુરક્ષા અધિકારી પણ હાજર હતા.

મંકીગેટ: 14 વર્ષ જૂનો વિવાદ
આ ઘટનાએ 2007-08ની ઘટનાની યાદ અપાવી. ત્યારે પણ ભારતીય ટીમ ઓસી.ના પ્રવાસે હતી. સિડની ટેસ્ટમાં સાયમંડ્સ બેટિંગ કરતો હતો. હરભજન સાથે તેની જીભાજોડી ચાલતી હતી એવામાં વાત વણસી. બાદમાં સાયમંડ્સે આક્ષેપ કર્યો હતો કે ભજ્જીએ તેને મંકી કહ્યો.



[ad_2]

Source link