Uncategorized

એક સાથે 9 મહિલાઓ સાથે લગ્ન: બ્રાઝીલના મોડલે એકલગ્ન પ્રથા તોડવા માટે સામૂહિક લગ્ન કર્યા, પહેલી પત્નીનો સપોર્ટ મળ્યો

[ad_1]

  • Gujarati News
  • International
  • The Brazilian Model Got Married In A Mass Marriage To Break The Monogamy Practice, Got The Support Of The First Wife

6 કલાક પહેલા

  • કૉપી લિંક

બ્રાઝીલમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિએ પોતાની પહેલી પત્ની સહિત 9 મહિલાઓ સાથે લગ્ન કર્યા છે. બ્રાઝીલના મોડલ ઓર્થર ઓ ઉસરોએ એકલગ્ન પ્રથાના વિરોધમાં આ લગ્ન કર્યા છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ઓર્થરે પહેલાથી જ બ્લોગર લુઆના કઝાકી સાથે લગ્ન કર્યા હતાં, પરંતુ બંને પોતાના લગ્નને ઔપચાકરિક રુપ આપવા માગતા હતા. પહેલી પત્ની લુઆનાએ પણ આ લગ્નને સપોર્ટ આપ્યો છે. આ પ્રેમાળ કપલે પોતાના પ્રેમને જાહેર કરવા માટે હંમેશા ચોંકાવનારા કામોને લઈને ચર્ચામાં રહે છે. આ લગ્ન સાઓ પાઉલો શહેરના એક કેથોલિક ચર્ચમાં કર્યાં.

ઓર્થરે કેથોલિક ચર્ચના રિવાજો પ્રમાણે મહિલાઓ સાથે લગ્ન કર્યા

ઓર્થરે કેથોલિક ચર્ચના રિવાજો પ્રમાણે મહિલાઓ સાથે લગ્ન કર્યા

કેપ ડી આગ્ડેમાં હનીમૂન સેલિબ્રેટ કર્યો હતો
ઓર્થર અને લુઆનાએ પોતાના પહેલા લગ્નનું હનીમૂન કેપ ડી આગ્ડેમાં સેલિબ્રેટ કર્યું હતું. આ શહેર ન્યૂડિટી માટે પ્રખ્યાત છે. અહીં લોકો આરામથી વગર કપડે ક્યાય પણ ફરતા હોય છે. આ બાબતે પૂછવા પર કપલે જણાવ્યું હતું કે અમે પૂરા યૂરોપની યાત્રા કરવા ઈચ્છીએ છીએ અને દુનિયાના સૌથી ઉદાર લોકોને જોવા માગીએ છીએ.

મહામારી દરમિયાન આ કપલ લોકોને સેક્સ ટિપ્સ પણ શેર કરતું હતું. આ વિશે તેમણે કહ્યું હતું કે અમે બીજા કપલને સેક્સ માટે પ્રેરિત કરવા ઈચ્છીએ છીએ, જેથી તેમનું વૈવાહિક જીવન સારી રીતે વીતે.

આ મહિનાની શરુઆતમાં લુઆનાને ઓર્થરના ગળામાં પટ્ટો નાખીને રેલવે સ્ટેશન પર ફેરવતા જોવા મળ્યા હતાં. આ કપલ સ્ટેશનથી એક માર્કેટમાં પહોંચ્યું હતું. આ ઘટનાને તેમણે ખૂબ જ રોમાંચક ગણાવી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link