Uncategorized

એક યુગ સમાપ્ત: એબી ડિવિલિયર્સે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, IPLમાં RCB સાથેની સફરનો પણ અંત; વિરાટ ભાવુક થયો

[ad_1]

એક કલાક પહેલા

  • કૉપી લિંક

દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક બેટર એબી ડિવિલિયર્સે ક્રિકેટના તમામ ફોર્મેટથી સંન્યાસની જાહેરાત કરી છે. 2018માં ઈન્ટરનેશનલ ક્રિકેટથી સંન્યાસ લેનારો મિ.360 ડિવિલિયર્સ હવે ફ્રેંચાઈઝી ક્રિકેટ પણ નહીં રમે. તેણે સોશિયલ મીડિયા દ્વારા સંન્યાસની જાહેરાત કરી હતી. મિ.360 ડિગ્રીએ કહ્યું કે હવે તેની અંદર ક્રિકેટને લઈને પહેલા જેવી ઊર્જા બાકી રહી નથી અને આ કારણોસર મેં મેદાન છોડવાનો નિર્ણય લીધો છે.

હવે પહેલા જેવી ઊર્જા નથી રહી
ડિવિલિયર્સે ટ્વીટ કરી લખ્યું હતું કે આ એક અવિશ્વસનીય યાત્રા રહી છે. પરંતુ મે તમામ ક્રિકેટના ફોર્મેટથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. હું બેકયાર્ડમાં મોટા ભાઈઓ સાથે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારથી મેં આનંદ અને ઉત્સાહથી આ ગેમ રમવાનું શરૂ કર્યું છે. હવે 37 વર્ષની ઉમંરમાં ઉત્સાહની જ્વાળા પહેલા જેવી રહી નથી.

ડિવિલિયર્સે ટાઈટેંસ, દક્ષિણ આફ્રિકા, RCB અને વિશ્વની અન્ય ટીમોને તક આપવા બદલ ધન્યવાદ કહ્યું છે. તેણે કહ્યું- ક્રિકેટ મારા પ્રતિ ઘણું દયાળું રહ્યું છે. મારા દરેક સાથી ખેલાડી, દરેક વિપક્ષી, દરેક કોચ, દરેક ફિઝિઓ અને તમામ સ્ટાફ મેંબરને ધન્યવાદ કહેવા માગું છું. દક્ષિણ આફ્રિકા, ભારત અથવા બીજે જ્યાં પણ રમ્યો ત્યાં મને પ્રેમ મળ્યો છે.

કોહલી ભાવુક થયો
ડિવિલિયર્સના સંન્યાસ પછી RCBના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ટ્વીટ કરી ભાવુક શબ્દોમાં કહ્યું હતું કે અમારા સમયના સર્વશ્રેષ્ઠ ખેલાડી અને પ્રેરણાદાયી માણસ, એબી ડિવિલિયર્સે જે પણ કર્યું છે અને RCBને જે પણ આપ્યું છે. અમારા સંબંધ ગેમથી પણ વધારે છે અને હંમેશા રહેશે. આનાથી મારું દિલ તૂટ્યૂ છે, પરંતુ હું જાણું છું કે હંમેશાની જેમ આ વેળાએ પણ ડિવિલિયર્સે સમદી-વિચારીને નિર્ણય લીધો હશે. I LOVE YOU…

કોહલીને જવાબ આપતા ડિવિલિયર્સે લખ્યું હતું કે LOVE YOU TOO મારા ભાઈ.

આ IPL સીઝનમાં ફ્લોપ
IPL 2021માં એબી ડિવિલિયર્સ છેલ્લા ઘણા સમયથી ફોર્મમાં નહોતો. 15 મેચમાં તેણે 31.3.ની એવરેજ સાથે 313 રન જ કર્યા છે. 14 ઈનિંગમાં તેણે 2 ફિફ્ટી મારી હતી. ફેઝ-2માં તો તેણે 8 ઈનિંગમાં માત્ર 106 રન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link