Uncategorized

ઉજવણી: કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, એટલાન્ટા-યુએસએ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું આયોજન

[ad_1]

5 દિવસ પહેલા

  • કૉપી લિંક

કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, એટલાન્ટા દ્વારા સરદાર પટેલ ફાઉન્ડેશન ઓફ નોર્થ અમેરિકા તથા ફેડરેશન ઓફ ગુજરાત એસોસિયેશન્સ ઓફ યુએસએના સહયોગથી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલની 146મી જન્મજયંતી નિમિત્તે આગામી 31મી ઓક્ટોબર, રવિવારે, સવારે 11 વાગ્યાથી ઓનલાઈન ઉજવણી કરાશે. કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, એટલાન્ટા દ્વારા તમામ લોકોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવામાં આવે છે.

ઓનલાઈન ઝૂમ પ્લેટફોર્મ પર યોજાનારી આ ઉજવણીમાં કેન્દ્રીય સાંસ્કૃતિક અને પર્યટન વિભાગના મંત્રી જી.કિશન રેડ્ડી, ગુજરાત રાજ્યના પ્રર્યટનમંત્રી પૂર્ણેશ મોદી તેમજ કૉન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા, એટલાન્ટા ડૉ. સ્વાતિ કુલકર્ણી ઉપસ્થિત રહીને પ્રવચન આપશે, જ્યારે હાસ્ય કલાકાર નૌશાદ કોટડિયા અવનવા જોક્સથી શ્રોતાઓને હસાવશે.

દિવ્ય ભાસ્કર આ આયોજનમાં મીડિયા પાર્ટનર છે. નીચેના આઈડી કોડનો ઉપયોગ કરીને વીડિયો-કોન્ફરન્સિસ ઝૂમ પર ભાગ લઈ શકો છો. Zoom ID: 20 1974 1974. Password: 1974

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link