Uncategorized

ઈન્ટરવ્યૂ: 5જી ઈફેક્ટ, પ્રોડક્ટિવિટી 10 ગણી વધશે, નવી ઔદ્યોગિક ક્રાંતિ આવશે, એક-બે કંપનીઓ ચાલુ વર્ષે 5જી શરૂ કરી શકે છે

[ad_1]

  • Gujarati News
  • Business
  • 5G Effect, Productivity Will Increase 10 Times, New Industrial Revolution Will Come, One Or Two Companies Can Start 5G This Year

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી6 દિવસ પહેલા

  • કૉપી લિંક
સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા(સીઓએઆઈ)ના ડિરેક્ટર જનરલ અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડૉ. એસ.પી. કોચર. - Divya Bhaskar

સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા(સીઓએઆઈ)ના ડિરેક્ટર જનરલ અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડૉ. એસ.પી. કોચર.

  • ટેલિકોમ ઓપરેટર્સની ટોચની સંસ્થા સીઓએઆઈના જનરલ ડિરેક્ટર જણાવી રહ્યા છે દેશમાં 5જીનું ભવિષ્ય

5જી આવતાં આપણા મોબાઈલ ઈન્ટરનેટની સ્પીડ જ નહીં વધે પણ દેશની ઔદ્યોગિક પ્રોડક્ટિવિટીમાં આશરે 10 ગણો વધારો થશે. 5જી ટેક્નોલોજી માટે આ વર્ષ કેટલું મહત્ત્વપૂર્ણ છે? હાલ તેના પર દેશમાં શું કામ થઈ રહ્યું છે? આવા સવાલોના જવાબ જાણવા માટે ભાસ્કરના પ્રમોદ ત્રિવેદીએ સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા(સીઓએઆઈ)ના ડિરેક્ટર જનરલ અને નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડૉ. એસ.પી. કોચર સાથે વાત કરી. વાંચો વાતચીતના મુખ્ય અંશો…

સવાલ: 5જી સેવા કેવી રીતે લોકોનું જીવન બદલશે?
ડૉ. એસ.પી. કોચર:
4જીનો વ્યક્તિગત ઉપયોગ વધુ થાય છે, એવું 5જીમાં નહીં થાય. 5જીમાં લોકોને ઈન્ટરનેટ સ્પીડ વધુ મળશે પણ 5જીનો વધુ ઉપયોગ ઉદ્યોગોમાં થશે. 5જીનું કન્વર્સેશન મશીન ટૂ મશીન થશે. ઈન્ડસ્ટ્રીમાં તે ઔદ્યોગિક ક્રાંતિ લાવશે. રોબોટિક કામ થશે. સ્માર્ટ સિટી જેવી યોજનાઓ ઝડપથી પૂર્ણ થઈ શકશે. ઔદ્યોગિક ઉત્પાદકતા સરેરાશ અનેક ગણી વધી જશે.

સવાલ: 5જી હેન્ડસેટ અંગે શું તૈયારી છે?
ડૉ. એસ.પી. કોચર: હાલ 5જી હેન્ડસેટ મોંઘા છે. અમે એ પણ જોઈ રહ્યા છીએ કે સસ્તા 5જી એફોર્ડેબલ સ્માર્ટફોન કઈ રીતે આવશે? તે લોકો સુધી પહોંચાડવા જરૂરી છે. અમારો પ્રયાસ છે કે 5જી ફોનની કિંમત 8થી 10 હજાર હોવી જોઈએ. અમે તેના પર કામ કરી રહ્યા છીએ.

સવાલ: 2021માં દેશમાં 5જી સેવા શરૂ થઈ શકશે?
ડૉ. એસ.પી. કોચર:
આ વર્ષે 5જીનું ટ્રાયલ થશે પણ કોમર્શિયલ સ્તરે લોન્ચ થવાની શક્યતા ઓછી છે. હાલ સરકારે 5જી માટે સ્પેક્ટ્રમની હરાજી અંગે કોઈ નિર્ણય કર્યો નથી. હરાજી પછી કિંમત નક્કી થશે, 5જી માટે નેટવર્ક અને ઉપકરણો લગાવાશે. તેના પછી જ 5જી નેટવર્ક શરૂ થઈ શકશે. બધુ ઠીક રહેશે તો બની શકે કે આ વર્ષે એક બે કંપનીઓ કોમર્શિયલ શરૂઆત પણ કરી દે.

સવાલ: ટેલીકોમમાં 2021માં શું બદલાશે?
ડૉ. એસ.પી. કોચર :
હંમેશાની જેમ અમારો પ્રયાસ રહેશે કે સબ્સક્રાઈબરને સારી સુવિધા, પોષાય તેવા ભાવે મળે. જે રીતે માર્ચમાં સ્પેક્ટ્રમ હરાજીની બેઝ પ્રાઈઝ નક્કી થઈ છે તેના હિસાબે હાલ ચાર્જ ઓછા થવાની શક્યતા ઓછી છે પણ સરકાર સાથે ટેક્સમાં છૂટની વાત ચાલી રહી છે. જો તે મળી જાય તો કિંમતમાં અંતર આવશે. કૉસ્ટનું અંતર આવશે તો ડેટા વધુ સસ્તો થઈ શકે છે.

સવાલ: ટેક્સમાં છૂટ મળશે તો ફાયદો યૂઝર્સને થશે કે કંપનીઓને?
ડૉ. એસ.પી. કોચર:
ટેક્સ ઓછો થવાથી મોટો ફાયદો યૂઝર્સને થવાનો છે. જરૂરી સેવા માની ટેક્સ ઘટાડવો જોઇએે. તેનાથી લોકોને યોગ્ય ભાવે શ્રેષ્ઠ ઈન્ટરનેટ મળશે. આપણે જોવું પડશે કે જે લેવી અને ટેક્સ ટેલિકોમ પર લગાવાયા છે તેને નેશનલાઈઝ કરવામાં આવે અને ઘટાડવામાં આવે.

સવાલ: તમે કયા પ્રકારના ટેક્સમાં છૂટ ઈચ્છો છો?
ડૉ. એસ.પી. કોચર:
ટેલીકોમ પર આશરે 40% ટેક્સ લાગે છે. ટેક્સની દૃષ્ટિએ જોવામાં આવે તો ટેલીકોમ ઈન્ડસ્ટ્રીને એક જરૂરી સેવા મનાતી નથી, જે યોગ્ય નથી. સ્પેક્ટ્રમ ફી, લાઈસન્સ ફી, યૂએસઓ ફંડ જેવી તમામ વસ્તુઓ આપણા પર લાગુ પડે છે. અમારો આગ્રહ રહે છે કે તેને ઘટાડવામાં આવે.

[ad_2]

Source link