Uncategorized

ઈતિહાસમાં આજે: દુનિયામાં પ્રથમવાર 61 વર્ષના વૃદ્ધનું થયું હતું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, 112 દિવસ જ જીવી શક્યો હતો દર્દી

[ad_1]

  • Gujarati News
  • National
  • 61 year old Man Undergoes Heart Transplant For First Time In World, Patient Survives 112 Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક કલાક પહેલા

  • કૉપી લિંક

તસવીર ડો. જાર્વિકની છે, જેમણે કૃત્રિમ હૃદય લગાવ્યું હતું.

આજનો દિવસ મેડિકલ ઈતિહાસનો મોટો દિવસ છે. આજના દિવસે દુનિયામાં પ્રથમવાર કોઈ દર્દીને આર્ટિફિશિયલ હાર્ટ લગાવાયું હતું. 2 ડિસેમ્બર 1982ના રોજ અમેરિકાના એક ડેન્ટિસ્ટ ડો. બર્ની ક્લાર્કને આર્ટિફિશયલ હાર્ટ લગાવાયું હતું. ડો. ક્લાર્ક હૃદયની ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા હતા. તેમની બીમારીને લઈને ડોક્ટર હાર માની ગયા હતા, પરંતુ ત્યારે ઉટાહ યુનિવર્સિટીમાં ડો. વિલિયમ સી ડેવ્રિસની ટીમે ડો. ક્લાર્કનું ટ્રાન્સપ્લાન્ટ કર્યુ. આ ઓપરેશન સાડા સાત કલાક ચાલ્યું હતું.

ઓપરેશન સફળ રહ્યું હતું. ઓપરેશન પછી ડો. ક્લાર્કે હાથ હલાવીને કહ્યું હતું કે તેઓ સ્વસ્થ છે. ઓપરેશન પછી ડો. ક્લાર્કનું હૃદય દર મિનિટે 116 વખત ધબકી રહ્યું હતું, જ્યારે સામાન્ય રીતે તે એકવારમાં 65થી 80 વખત ધબકે છે. ડો. ક્લાર્કને જે આર્ટિફિશિયલ હાર્ટ લગાવ્યું હતું, તેનું નામ જાર્વિક-7 હતું, જેને ડો. રોબર્ટ જાર્વિકે બનાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે આ આર્ટિફિશિયલ હાર્ટ હ્યુમન હાર્ટથી મોટું હતું પરંતુ તેનું વજન હ્યુમન હાર્ટ જેટલું જ હતું.

ઓપરેશન સફળ રહ્યાના થોડા દિવસ બાદ જ ડો. ક્લાર્કને બ્લીડીંગની સમસ્યા શરૂ થઈ ગઈ. આર્ટિફિશિયલ હાર્ટ લગાવાયા પછી ડો. ક્લાર્ક 112 દિવસ જ જીવી શક્યા હતા. 23 માર્ચ, 1983ના રોજ તેમનું મોત થયું હતું.

પ્રથમવાર બ્રિટનના રાજા-રાણી ભારત આવ્યા
2 ડિસેમ્બર, 1911નો એ દિવસ, જ્યારે પ્રથમવાર બ્રિટનના રાજા જ્યોર્જ પંચમ અને ક્વીન મેરી ભારત આવ્યા હતા. જ્યોર્જ પંચમ અને ક્વીન મેરી સમુદ્રના માર્ગે મુંબઈ પહોંચ્યા હતા. વાસ્તવમાં, બન્યું એવું હતું કે 1905માં બંગાળનું વિભાજન કરાયું હતું અને દિલ્હીને દેશની રાજધાની બનાવાઈ હતી. તેનાથી દેસમાં વિદ્રોહ થયો હતો. આ વિદ્રોહને શાંત કરવા માટે બ્રિટનથી રાજા-રાણી આવ્યા હતા. તેમનો દિલ્હીના દરબારમાં રાજ્યાભિષેક થયો હતો.

ભારત અને દુનિયામાં 2 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ આ પ્રકારે છેઃ

  • 1804ઃ નેપોલિયન બોનાપાર્ટને ફ્રાંસના સમ્રાટ તરીકે તાજ પહેરાવાયો.
  • 1942ઃ પોંડિચેરી (હવે પુડ્ડુચેરી)માં શ્રી અરવિંદો આશ્રમ સ્કૂલની સ્થાપના થઈ, પછી શ્રી અરવિંદો ઈન્ટરનેશનલ સેન્ટર ઓફ એજ્યુકેશનના નામથી તેને ઓળખવામાં આવ્યું.
  • 1976ઃ ફિડેલ કાસ્ટ્રો ક્યુબાના રાષ્ટ્રપતિ બન્યા.
  • 1971ઃ આરબ પ્રાયદ્વિપના છ ક્ષેત્રોએ મળીને સંયુક્ત આરબ અમિરાતની સ્થાપના કરી. ફેબ્રુઆરી 1972માં તેમાં એક સાતમો દેશ પણ સામેલ થયો.
  • 1981ઃ બ્રિટની સ્પીયર્સનો જન્મ થયો. અમેરિકાની આ સિંગર 90ના દાયકાના અંતમાં દુનિયાભરના કિશોરોમાં ખૂબ લોકપ્રિય હતી.
  • 1982ઃ માઈકલ જેક્સનના જાણીતા ગીત થ્રિલરનો મ્યુઝિક વીડિયો એમટીવી પર પ્રસારિત કરાયો હતો. તેણે લોકપ્રિયતાના નવા રેકોર્ડ સર્જ્યા હતા.
  • 1989ઃ વિશ્વનાથ પ્રતાપ સિંહ દેશના સાતમા વડાપ્રધાન બન્યા હતા.
  • 2002ઃ પ્રશાંત મહાસાગરના બોરા-બોરા દ્વિપમાં એક પેસેન્જર જહાજ ‘વિંડસ્ટાર’માં આગ લાગ્યા પછી 219 લોકોને બચાવાયા હતા.
  • 2003ઃ બોસ્નિયન સર્બના પૂર્વ સૈન્ય કમાન્ડર મોમિર નિકોલીકને હેગ સ્થિતિ સંયુક્ત રાષ્ટ્રની અદાલતે 1995ના નરસંહાર માટે દોષિત ઠેરવ્યા અને 27 વર્ષની કેદ ફટકારી હતી.
  • 2006ઃ ફિલિપાઈન્સમાં જ્વાળામુખીનો કાટમાશ પડવાથી 208 લોકોનાં મોત થયા. 261 લોકો ઘાયલ થયા હતા.

[ad_2]

Source link