Uncategorized

ઈઝરાયલની મહત્ત્વની જાહેરાત: પેગાસસ જાસૂસીકાંડ પછી NSO ગ્રૂપ 37 દેશને જ સાઈબર ટેક્નોલોજી વેચી શકશે

[ad_1]

જેરુસલેમ3 કલાક પહેલા

  • કૉપી લિંક

એનએસઓ જૂથની ટેક્નોલોજીની મદદથી દુનિયાના અનેક દેશ પર સાઈબર જાસૂસીના આરોપો લાગતા જ ઈઝરાયલ સરકારે કેટલાક કડક પ્રતિબંધો જાહેર કર્યા છે. ઈઝરાયલ સુરક્ષા મંત્રાલયે એ દેશોની સંખ્યા ઘટાડી દીધી છે, જ્યાં ઈઝરાયલી કંપની તેની સાઈબર ટેક્નોલોજી વેચતી હતી.

અહેવાલો પ્રમાણે, હવે ઈઝરાયલની કંપની વિશ્વના ફક્ત 37 દેશને જ આ ટેક્નોલોજી વેચી શકશે. અગાઉ આ દેશોની સંખ્યા 102 હતી. ભારતમાં પણ આ જ કંપનીના પેગાસસ સોફ્ટવેરથી જાસૂસી કરાતા વિવાદ સર્જાયો હતો.

ઈઝરાયલે સાઉદી અરબ, મેક્સિકો, મોરક્કો, યુએઈ સહિત 65 દેશને આ યાદીમાંથી હટાવી દીધા છે. આ દેશોએ એનએસઓના સોફ્ટવેરોનો ઉપયોગ કરીને માનવાધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. જોકે, એનએસઓનો દાવો છે કે આ ટેક્નોલોજીથી વિવિધ દેશને ગુનાખોરી અને આતંકવાદ સામે લડવામાં મદદ મળે છે. જોકે, નવા નિયમોથી ઈઝરાયલના સાઈબર ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link