Uncategorized

ઇન્સાઇડ સ્ટોરી: સરકાર અને નક્સલીઓ વચ્ચે થઈ હતી સિક્રેટ ડીલ, રાકેશ્વરને છોડાવવા પહોંચેલા પત્રકારોની સામે ઘટસ્ફોટ, વાંચો સમગ્ર કહાની

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાયપુર32 મિનિટ પહેલાલેખક: સુમન પાંડેય

  • કૉપી લિંક
  • નક્સલીઓએ રાકેશ્વર સિંહનું અપહરણ કરી લીધું હતું
  • જોનાગુડા ગામથી 15 કિલોમીટર અંદરના વિસ્તારમાં રાકેશ્વર સિંહને રાખવામાં આવ્યો હતો

CRPF કોબ્રા કમાન્ડો રાકેશ્વર સિંહને છોડાવવા માટે સરકાર અને નક્સલીઓ વચ્ચે એક સિક્રેટ ડીલ થઈ હતી. આ ડીલનો ઘટસ્ફોટ ત્યારે થયો જ્યારે રાકેશ્વરની મુક્તિ માટે પત્રકારોની ટીમ મધ્યસ્થીઓની સાથે નક્સલીઓના ગઢમાં પહોંચી. બીજાપુર અથડામણ ઘટનાસ્થળથી સુરક્ષાદળોએ કુંજામ સુક્કા નામના એક આદિવાસીને પોતાના કબજામાં લીધો હતો. નક્સલીઓએ રાકેશ્વર સિંહને છોડવાને બદલે આ આદિવાસીને મુકત કરવાની શરત મૂકી હતી. સુરક્ષાદળોએ કુંજામ સુક્કાને મધ્યસ્થીઓ સાથે નક્સલીઓની પાસે મોકલ્યો. તેનો હેન્ડઓવર મળ્યા પછી જ નક્સલીઓએ રાકેશ્વર સિંહને પત્રકારોને હવાલે કર્યો હતો. વાંચો 8 એપ્રિલના રોજ બનેલી સમગ્ર ઘટનાક્રમની ઇન્સાઇડ સ્ટોરી.

બીજાપુર જિલ્લાના જોનાગુડા ગામથી 15 કિલોમીટર અંદરના વિસ્તારમાં CRPFના કોબ્રા કમાન્ડો રાકેશ્વર સિંહને રાખવામાં આવ્યો હતો. ગુરુવારે બપોરે તેને તંત્ર તરફથી મધ્યસ્થી અને પત્રકારોની એક ટીમને સોંપવામાં આવ્યો હતો. 5 દિવસથી નક્સલીઓના કબદામાં રહેલા કમાન્ડોને જ્યારે નક્સલી મુક્ત કરી રહ્યા હતા, ત્યારે ત્યાં લગભગ 40 નક્સલી ઉપસ્થિત હતા. આસપાસનાં 20 ગામના લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ તમામની વચ્ચે જવાનને મુક્ત કરવામાં આવ્યો. જ્યારે કમાન્ડોને મુક્ત કરવામાં આવી રહ્યો હતો તો બીજાપુર અને સુકમાના પત્રકાર ગણેશ મિશ્રા, રાજન દસ, મુકેશ ચંદ્રાકર, યુકેશ ચંદ્રાકર, શંકર અને ચેતન ત્યાં હાજર હતા.

સવારે 5 વાગે થયા હતા રવાના

તસવીર બીજાપુર સુકમા જિલ્લાની સરહદ પર આવેલા તોમલપાડ ગામની છે, જ્યાં જવાનને સોંપવામાં આવ્યો હતો.

તસવીર બીજાપુર સુકમા જિલ્લાની સરહદ પર આવેલા તોમલપાડ ગામની છે, જ્યાં જવાનને સોંપવામાં આવ્યો હતો.

બીજાપુરના SP કમલોચન કશ્યપે જણાવ્યું હતું કે સવારે 5 વાગે મધ્યસ્થીઓની ટીમ અને પત્રકાર બીજાપુરથી રવાના થયા હતા. પત્રકારોમાં સામેલ મુકેશ ચંદ્રાકરે જણાવ્યું હતું કે અમને જોનાગુડા આવવા માટે કહેવામાં આવ્યું હતું. ભીષણ ગરમી ઊબડ-ખાબડ રસ્તા પરથી પસાર થતાં અમે બપોર સુધીમાં જોનાગુડા પહોંચ્યા હતા. આ સ્થળ બીજાપુર જિલ્લા મથકથી આશરે 80થી 85 કિલોમીટર દૂર છે. અહીં પહોંચ્યા પછી અમે લગભગ 15 કિલોમીટર અંદર ગયા. લગભગ બેથી ત્રણ કલાકના તણાવપૂર્ણ વાતાવરણ બાદ કમાન્ડો રાકેશ્વરને મુક્ત કરાયો હતો. સાંજે પાંચથી છ વાગ્યાની આસપાસ અમે જવાનને તર્રેંમ પોલીસ સ્ટેશન લઈ આવ્યા, ત્યાર બાદ તેને પોલીસ અને CRPFને સોંપવામાં આવ્યો હતો.

બરાબર છે રાકેશ્વર સિંહ

હવે રાકેશ્વર CRPFની સુરક્ષામાં છે. તેમની સારવાર કરવામાં આવી રહી છે.

હવે રાકેશ્વર CRPFની સુરક્ષામાં છે. તેમની સારવાર કરવામાં આવી રહી છે.

બીજાપુરમાં શનિવારે થયેલી અથડામણ બાદ CRPFના કોબ્રા કમાન્ડો રાકેશ્વર સિંહનું નક્સલીઓએ અપહરણ કરી લીધું હતું. 5 દિવસ પછી જ્યારે રાકેશ્વરને ગુરુવારે મુક્ત કરવામાં આવ્યો હતો ત્યારે તે CRPFની તરફથી કહેવામાં આવ્યું હતું કે 210 કોબરા બટાલિયનનો જવાન રાકેશ્વર સિંહ મનહાસ સુરક્ષિત છે. CRPFના નિયમો અનુસાર, મનહાસની મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે તેમનાં પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ સાથે મનહાસની વાત પણ તેમના પરિવાર સાથે મોબાઈલ દ્વારા કરાવવામાં આવી છે. પોતાની બાઇક પર કમાન્ડોને બેસાડીને લાવનાર પત્રકાર શંકરે જણાવ્યું હતું કે જ્યારે તેણે રાકેશ્વરને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે કશો વાંધો નહીં, હું ઠીક છું.

રાકેશ્વરે છૂટતાં જ કહ્યું- જલદી ચાલો

20 ગામના લોકોની સભા બોલાવીને રાકેશ્વરને મુક્ત કરવામાં આવ્યો હતો.

20 ગામના લોકોની સભા બોલાવીને રાકેશ્વરને મુક્ત કરવામાં આવ્યો હતો.

કમાન્ડો રાકેશ્વર સાથે જ પત્રકારોએ મુક્ત થતાંની સાથે જ વાત કરવાનું કહેવામાં આવ્યું હતું. આ અંગે રાકેશ્વરે નરમાશથી કહ્યું હતું કે અહીંથી ઝડપથી ચાલો. કેમ્પમાં વાતચીત કરીશું. રાકેશ્વરે કહ્યું હતું કે નક્સલવાદીઓએ તેમને કહ્યું હતું કે તેઓ તેમને સવારે 9 વાગ્યે મુક્ત કરશે. રાકેશ્વર સિંહ અંધારું થતાં પહેલાં છાવણીમાં પહોંચવાની ઉતાવળમાં દેખાયા. પત્રકારો પણ પરિસ્થિતિ સમજીને તેમને તર્રેંમ પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા.

હજારો ગ્રામજનોની ભીડ અને ત્યાર બાદ જંગલમાં હલચલ જોવા મળી

જવાનને નક્સલીઓએ દોરડાથી બાંધી રાખ્યો હતો.

જવાનને નક્સલીઓએ દોરડાથી બાંધી રાખ્યો હતો.

નક્સલીઓએ સરકાર પાસે માગ કરી હતી કે તટસ્થ મધ્યસ્થીઓને મોકલવા, અમે જવાનને મુક્ત કરીશું. જવાનને છોડાવવા ગયેલા પત્રકાર યુકેશે જણાવ્યું હતું કે 20 ગામના લગભગ 2 હજાર લોકોની ભીડ હતી. અમે આ જોઈને ડરી ગયા હતા, કારણ કે કંઇ પણ થઈ શકે છે. ગામમાં હાજર લોકો, પત્રકારો અને મધ્યસ્થીઓ પર નક્સલીઓ નજર રાખી રહ્યા હતા. મધ્યસ્થીઓ આવતાંની સાથે જ પહેલા જવાનને લાવવામાં આવ્યો ન હતો. નક્સલીઓએ પહેલા આખું વાતાવરણ સંવેદનાયુક્ત હતું અને આ પછી જંગલ તરફ થોડી હિલચાલ થઈ હતી. લગભગ 35થી 40 હથિયાર બંધ કમાન્ડો રાકેશ્વરને લઈને લોકોની વચ્ચે આવ્યા હતા.

નક્સલીઓએ ગ્રામજનો સાથે કરી આ વાત, કેમેરો બંધ રાખવા માટે કહ્યું

હથિયારો સાથે સજ્જ નક્સલી આ પ્રકારે લોકોની વચ્ચે ઊભા છે.

હથિયારો સાથે સજ્જ નક્સલી આ પ્રકારે લોકોની વચ્ચે ઊભા છે.

જવાનને લાવ્યા બાદ કેટલાક નક્સલીઓએ આખો વિસ્તાર ઘેરી લીધો હતો, કેટલાક જવાનને ઘેરીને ઊભા હતા તો કેટલાકે મધ્યસ્થીઓને ઘેરી લીધા હતા. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ નક્સલી પામેડ એરિયા કમિટીના હતા. તેમની સાથે એક મહિલા નક્સલી હતી, જે આખા નક્સલીઓનું નેતૃત્વ કરી રહી હતી. આવતાંની સાથે જ નકસલીઓએ પત્રકારોને કહ્યું કે કોઈપણ કેમેરો ચાલુ કરશે નહીં. જવાનની સુરક્ષાની બાબત હતી, તેથી પત્રકારોએ નક્સલીઓની વાત માની. આ પછી નક્સલીઓએ વાત કરવા આવેલા આદિવાસી સમાજની તેલમ બૌરિયા અને સુખમતી હક્કાને બોલાવીને થોડીક વાતો કરી.

ગ્રામીણોને આ રીતે એક જગ્યાએ એકઠા કરવા તે એ જણાવે છે કે ત્યાં નક્સલીઓનું નેટવર્ક સાથે સત્તા કેવી રીતે ચાલી રહી છે.

ગ્રામીણોને આ રીતે એક જગ્યાએ એકઠા કરવા તે એ જણાવે છે કે ત્યાં નક્સલીઓનું નેટવર્ક સાથે સત્તા કેવી રીતે ચાલી રહી છે.

નક્સલીઓએ ગ્રામજનોને જણાવ્યું હતું કે જોનાગુડામાં અથડામણ બાદ રાકેશ્વર તેમને બેભાન અવસ્થામાં મળ્યો હતો. તેમને 5 દિવસ સુરક્ષિત રાખવામાં આવ્યા હતા, કેટલીક ઇજાઓ પણ રાકેશ્વરને થઈ હતી, જેની સારવાર કરવામાં આવી હતી. હવે અમે તેને સુરક્ષિત મુક્ત કરી રહ્યા છીએ. નક્સલીઓનાં મહિલા નેતાએ સ્પષ્ટ કહ્યું કે અમે તેને પત્રકારોને સોંપી રહ્યા છીએ, જેથી તેઓ તેમને છાવણીમાં લઈ જાય, તેમને માર્ગમાં કોઈ નુકસાન નહીં પહોંચાડે. ઘણા સમય સુધી દરેક જણ રાહ જોતા રહ્યા અને જવાનને મુક્ત કરવામાં આવ્યો તો આગ્રહ કરવા પર મીડિયાને વીડિયો બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી.

જવાનના બદલે પોલીસને એક ગ્રામીણને મુક્ત કરવો પડ્યો
પોલીસે ઉચ્ચ અધિકારીઓએ એક મહત્ત્વની જાણકારી સમગ્ર કેસમાં છુપાવી રાખી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ નક્સલીઓની પાસે જતા પહેલાં મધ્યસ્થીઓને કુંજામ સુકકા નામનો ગ્રામીણ સોંપવામાં આવ્યો હતો. આ ગ્રામીણ અથડામણવાળી જગ્યાએથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. નક્સલીઓએ જવાનને મુક્ત કરતાં પહેલાં મધ્યથીઓને પૂછ્યું હતું કે તે ગ્રામીણ ક્યાં છે, ત્યારે મધ્યસ્થીએ કહ્યું કે અમે તેને સાથે લઈને આવ્યા છીએ. તે વ્યક્તિને ગ્રામજનોની સામે નક્સલીઓને સોંપવામાં આવ્યો હતો.

નક્સલીઓએ રાખી શરતો, આખરે ઉશ્કેરાઈ ગયા હતા ગ્રામીણ

જવાનને મુક્ત કરતા સમયે પત્રકારોને નક્સલીઓએ કેમેરો ઓન કરવાની મંજૂરી આપી હતી.

જવાનને મુક્ત કરતા સમયે પત્રકારોને નક્સલીઓએ કેમેરો ઓન કરવાની મંજૂરી આપી હતી.

પત્રકાર યુકેશ અને રાજને જણાવ્યું હતું કે જવાનને મુક્ત કરવા સમયે લગભગ 4 વાગ્યાની આસપાસ સમગ્ર ગ્રાનીમ આક્રોશમાં આવી ગયા હતા. ગામના લોકોએ નક્સલીઓને કહ્યું હતું કે જવાનને મુક્ત કરીને તેઓ ભૂલ કરી રહ્યા છે. તેને મુક્ત ન કરો, છોડો નહીં. હોબાળો વધતાં તેના પહેલા જ જવાન અને મધ્યસ્થીઓ સાથે પત્રકાર બાઈકમાં સવાર થઈને નીકળ્યા હતા. નક્સલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામવાસીઓએ હવે પત્રકારો અને મધ્યસ્થીઓ સામે તે શરત રાખી હતી કે આગામી દિવસોમાં જ્યારે ફોર્સના લોકો આદિવાસીઓને કસ્ટડીમાં લે છે તો તેમને છોડાવવા માટે પણ આ પ્રકારની વાત અને મધ્યસ્થી અને પહેલ કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link