Uncategorized

ઇન્ટરવ્યૂ: અરઝાને કહ્યું- નેટ્સમાં બોલિંગ કરું કે મેદાન પર મારા માટે ઈન્ટેન્ટ અને ઈમ્પૅક્ટ સૌથી મહત્ત્વના; 46 વર્ષ પછી કોઈ પારસી દીકરો ઇન્ડિયન સ્ક્વોડમાં સિલેક્ટ થયો

[ad_1]

  • Gujarati News
  • Sports
  • Cricket
  • Arzan Said Bowling In The Nets Or During Match, Impact And Intent Are Most Important To Me; After 46 Years, A Parsi Son Is Selected In The Indian Squad

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદએક કલાક પહેલાલેખક: મનન વાયા

  • કૉપી લિંક
  • પારસી કમ્યુનિટીમાંથી મેન્સ ટીમમાં છેલ્લે 1975માં ફારૂખ એન્જીનિયર દેશ વતી રમ્યા હતા

ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ અને પછી ઇંગ્લેન્ડ સામે તેમના જ ઘરઆંગણે 5 ટેસ્ટની શ્રેણી રમશે. ત્રણ મહિના વિરાટ સેના ઇંગ્લેન્ડમાં જ રહેશે અને આ માટે સ્ક્વોડની જાહેરાત થઈ ગઈ છે. સ્ટેન્ડબાય પ્લેયર તરીકે સિલેક્ટ થયેલા ખેલાડીઓમાંથી એક છે ગુજરાતનો ડાબોડી ફાસ્ટ બોલર અરઝાન નાગવાસવાલા. બોલ સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાં સતત સારા દેખાવને લીધે તેનું સિલેક્શન થયું છે. તે ઉપરાંત આ વખતની આઈપીએલની સીઝનમાં તે મુંબઈ ઇન્ડિયન્સ સાથે નેટ બોલર તરીકે જોડાયો હતો.

ભારતમાં ક્રિકેટની શરૂઆત થઈ તેમાં પારસી કમ્યુનિટીનો અમૂલ્ય ફાળો હતો. તેમણે 1848માં ઓરિએન્ટલ ક્રિકેટ ક્લબની મુંબઈમાં સ્થાપના કરી હતી. તેનાથી પ્રેરિત થઈને 18 વર્ષ પછી એટલે કે 1866માં હિન્દૂ જિમખાનાની શરૂઆત થઈ હતી. આમ, ભારતના ક્રિકેટના મૂળમાં પારસી વસે છે, પરંતુ છેલ્લા 46 વર્ષથી કોઈ પારસી દીકરો ટીમ ઇન્ડિયામાં સિલેક્ટ થયો નહોતો. છેલ્લે 1975માં પૂર્વ વિકેટકીપર ફારુખ એન્જીનિયર દેશ વતી રમ્યા હતા. ત્યારે અરઝાન પોતાના સપનાની સાથે પારસીની લેગસીને પણ જાળવી રહ્યો છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તેણે સિલેક્શન સહિત અન્ય કેટલીક રસપ્રદ વાતો શેર કરી.

મુંબઈના કેમ્પમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે ન્યૂઝ મળ્યા
અરઝાને કહ્યું કે, હું મુંબઈ ઇન્ડિયન્સના કેમ્પ પરથી પરત ફરી રહ્યો હતો અને અમદાવાદથી મારા ઘરે નારગોલ જવા રસ્તા પર હતો ત્યારે મને ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી અનિલ પટેલે ફોન કરીને જાણ કરી હતી કે ટીમ ઇન્ડિયામાં સ્ટેન્ડ બાય તરીકે મારુ સિલેક્શન થયું છે. હું આ તકની રાહ જોઈ રહ્યો હતો પણ મને આ સમયે ઇન્ડિયા-કોલની કોઈ અપેક્ષા નહોતી.

પેરેન્ટ્સના આંખોમાં આવ્યા ખુશીના આંસુ
અરઝાને કહ્યું કે, જેવી મને ખબર પડી મેં તરત મારા પેરેન્ટ્સ અને મોટાભાઈને ફોન કરીને ગુડ ન્યૂઝ શેર કર્યા હતા. મારા માતા-પિતાની ખુશીની કોઈ સીમા નહોતી રહી. તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. પછી તો હું ઘરે પહોંચું એ પહેલા ત્યાં સેલિબ્રેશન માટેની તૈયારીઓ થઈ ગઈ હતી. કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું.

2019-20ની રણજી સીઝનમાં અરઝાને પોતાની પ્રતિભા દર્શાવતા 41 વિકેટ ઝડપી હતી.

2019-20ની રણજી સીઝનમાં અરઝાને પોતાની પ્રતિભા દર્શાવતા 41 વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઇન્ડિયન્સમાંથી મળેલી શીખ
અરઝાને કહ્યું કે, મુંબઈ ઇન્ડિયન્સ સાથે નેટ બોલર તરીકેની ભૂમિકા દરમિયાન હું મેચ પહેલાની પ્રેક્ટિસ અવેરનેસ વિશે શીખ્યો. મને એ હવે એકદમ ક્લિયર કટ સમજાય છે કે પોતાની પ્રેક્ટિસ કેવી રીતે કરવી જોઈએ. મારે કેટલી બોલિંગ પ્રેક્ટિસની જરૂર છે. ક્યારે નવા બોલ સાથે અને ક્યારે જુના બોલ સાથે નેટ્સમાં બોલિંગ કરવી અને કોની સામે કરવી.

ઝહીરનો ગુરુમંત્ર
23 વર્ષીય ડાબોડી બોલરે કહ્યું કે, મને મુંબઈ ઇન્ડિયન્સમાં ઝહીર સર સાથે ઘણો સમય વિતાવવા મળ્યો હતો. તેમણે મને કહ્યું કે, મારા બેઝિક્સ સ્ટ્રોંગ છે અને એમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવાની જરૂર નથી. મારે બસ ટ્રેનિંગ ફોલો કરતું રહેવાનું છે. તેનાથી મને ઘણો ફાયદો થશે.

અરઝાને 16 ફર્સ્ટ ક્લાસ મેચમાં 62 વિકેટ ઝડપી છે.

અરઝાને 16 ફર્સ્ટ ક્લાસ મેચમાં 62 વિકેટ ઝડપી છે.

ઇન્ડિયન ટીમમાં સીનિયર્સને મળવા અને વધુ શીખવા ઉત્સુક
અરઝાને કહ્યું કે, મારા માટે સૌથી વધુ મહત્ત્વના ઈન્ટેન્ટ અને ઈમ્પૅક્ટ છે. નેટ્સમાં બોલિંગ કરું કે મેદાન પર તેનાથી ફેર નથી પડતો. ઈન્ટેન્ટ અને ઈમ્પૅક્ટ વાળી એનર્જી લાવી શકું એના પર જ ધ્યાન હોય છે. હું ઇન્ડિયન ટીમમાં બધાને મળવા માટે ઉત્સુક છું. સીનિયર્સ પાસેથી શીખવા અને પોતાની સ્કિલ્સ બતાવવા એક્સાઈટેડ છું.

2019ની રણજી સીઝનથી લાઇમલાઈટમાં આવ્યો
અરઝાને ગુજરાતની ટીમમાં ડેબ્યુ કર્યું 2018-19ની સીઝનમાં પરંતુ પહેલીવાર લાઇમલાઈટમાં આવ્યો 2019-20ની રણજી સીઝનથી. તેણે પોતાની પ્રતિભા દર્શાવતા ત્યારે ટૂર્નામેન્ટમાં 41 વિકેટ ઝડપી હતી. તેણે એ સીઝનમાં ત્રણ પાંચ-વિકેટ હોલ લીધી હતી. તે પછીના વર્ષે કોરોનાને લીધે રણજી તો નહોતી થઈ શકી પરંતુ વિજય હઝારેમાં 19 અને સૈયદ મુસ્તાક અલીમાં એક ઇનિંગ્સમાં 6 સહિત 9 વિકેટ લઈને તેણે સિલેક્ટર્સને સિલેક્ટ કરવા મજબુર કર્યા હતા. પરિણામે ઇન્ડિયન ટીમમાં સ્ટેન્ડ-બાય તરીકે તેનું ચયન થયું છે.

પારસી કમ્યુનિટીમાંથી મેસેજ
અરઝાને કહ્યું કે, ટીમ ઇન્ડિયામાં હું જોડાવ છું એ સમાચાર બહાર આવ્યા પછી અમારી કમ્યુનિટીમાંથી બહુ બધાએ શુભકામનાઓ પાઠવી. ઘણા વડીલોએ આશિર્વાદ આપ્યા. ફારુખ એન્જીનિયર સરે પણ મને બીજા થ્રુ મેસેજમાં અભિનંદન પાઠવા અને ગુડ લક કહ્યું.

ઝહીરને જોઈને ક્રિકેટમય થયો
અરઝાને કહ્યું કે, “2011ની વર્લ્ડ કપ જીત અને ઝહીર ખાનની બોલિંગ. એના લીધે હું સંપૂર્ણપણે ક્રિકેટમય થયો. મેં 2013માં પ્રોફેશનલી ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું અને પછી ક્યારેય પાછું ફરીને જોયું નથી.”

બેઝિક ઇન્ફો
અરઝાન નારગોલનો રહેવાસી છે. આ વલસાડ ડિસ્ટ્રિકટમાં આવ્યું છે. વાપીથી 25 કિલોમીટર દૂર છે. તેના પિતાએ સેલેરાઈડ પર્સન હતા અને તેમણે નિવૃત્તિ લઈ લીધી છે. જ્યારે માતા પ્રાઇમરી બાળકોનું ટ્યૂશન લે છે. અરઝાનનો મોટો ભાઈ છે, જે મેરિડ છે અને પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે.

ભારત માટે રમનાર પારસી ક્રિકેટર્સ:

  • ફિરોઝે એડૂલજી પાલિયા
  • સોરબજી કોલાહ
  • રુસ્તમજી જમશેદજી
  • ખેરશેડ મેહેરહોમજી
  • રુસ્તમજી મોદી
  • જમશેદ ઈરાની
  • કેકી તારાપોરે
  • પહલાન ઉમરીગર
  • નરીમન કૉન્ટ્રૅક્ટર
  • રુસી સુરતી
  • ફારુખ એન્જીનિયર
  • ડાઇના એડૂલજી
  • બેહરોઝ એડૂલજી
  • રુસી જીજીભોય (1971ની વિન્ડીઝ ટૂર માટે રિઝર્વ વિકેટકીપર)
  • અરઝાન નાગવાસવાલા – સ્ટેન્ડબાય

અન્ય સમાચારો પણ છે…



[ad_2]

Source link