Uncategorized

આર્યન કેસમાં NCBનો સણસણતો જવાબ: જ્યારે લોકો અમારી ટીકા કરી રહ્યા હતા ત્યારે અમે એક ઓપરેશનમાં બિઝી હતા, 1 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું

[ad_1]

  • Gujarati News
  • Entertainment
  • Bollywood
  • We Were Busy In An OpeNCB On Shah Rukh Khan Son Aryan Khan Drugs Case Over Criticismration When People Were Criticizing Us, Drugs Worth Rs 1 Crore Were Seized

15 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • NCBની પૂછપરછમાં આર્યન ખાને સ્વીકાર્યું હતું કે, તે ચરસ લે છે
  • 20 ઓક્ટોબરે જામીન અરજી પર સુનાવણી થશે

છેલ્લા ઘણા દિવસોથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB)ને આર્યન ખાન સાથે જોડાયેલો ડ્રગ્સ કેસને લીધે રાજકારણીઓ અને સોશિયલ મીડિયામાં અનેક ટીકાનો સામનો કરવો પડ્યો છે. એજન્સી પર રાજકીય પ્રભાવિત થઈને કામ કર્યા હોવાનો આરોલ લાગ્યો છે, પરંતુ એજન્સીએ કહ્યું કે, આ એક પારદર્શક તપાસ એજન્સી છે અને દેશના હિતમાં કામ કરી રહી છે.

‘ટીકાઓ અમને સ્ટ્રોંગ બનાવે છે’
NCBના એક અધિકારીએ નામ ના છાપવાની શરતે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે, ટીકાઓને લીધે જ અમે દેશમાંથી ડ્રગ્સ સાફ કરવાના લક્ષ્યમાં વધારે મજબૂત બની રહ્યા છે. ટીકાકારી ટીકા કરવામાં વ્યસ્ત હતા ત્યારે અમે એક ઓપરેશન કરી રહ્યા હતા. આ ઓપરેશનમાં અમે 1 કરોડ રૂપિયાની દવા ઝડપી છે. અમે તેમની ટીકાઓનો જવાબ માદક પદાર્થોનું જોખમ સાફ કરીને આપી રહ્યા છે. નશીલી દવાઓની હેરફેર કરતા લોકોને પકડવા માટે અમે સતત દરોડા પાડી રહ્યા છીએ. ડ્રગ કેસમાં પકડાતી દરેક વ્યક્તિનું કાઉન્સલિંગ થાય છે, તો આર્યનના કાઉન્સલિંગમાં આટલો મોટો તમાશો કેમ? બધા કેસની જેમ આ પણ એક કેસ છે.

એક દિવસ તમને મારા પર ગર્વ થશે-આર્યન ખાન
NCBના ઝોનલ હેડ સમીર વાનખેડેએ આર્યન ખાનનું કાઉન્સિલિંગ કર્યું હતું. આર્યન ખાને સમીર વાનખેડેને કહ્યું હતું કે, હું ગરીબોની મદદ કરીશ અને ભવિષ્યમાં નામ ખરાબ થાય તેવું કોઈ જ કામ નહીં કરું. હું સારી વ્યક્તિ બનીશ અને એક દિવસ તમને મારા પર ગર્વ થશે.

ઉલ્લેખનીય છે કે, NCBએ મુંબઈમાં ક્રૂઝ પાર્ટીમાં દરોડા પાડ્યા હતા. આર્યન ખાન સહિત 8 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આર્યન ખાનના મિત્ર અરબાઝ મર્ચન્ટના જૂતામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું. NCBની પૂછપરછમાં આર્યન ખાને સ્વીકાર્યું હતું કે તે ચરસ લે છે. 7 ઓક્ટોબરે કોર્ટે આર્યન ખાનને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો.

20 ઓક્ટોબરે જામીન અરજી પર સુનાવણી થશે
આર્યનની જામીન અરજીનો ચુકાદો 14 ઓક્ટોબરે કોર્ટે અનામત રાખ્યો હતો. જામીન અરજી પર ચુકાદો 20 ઓક્ટોબરે આવશે. 15 ઓક્ટોબરથી 19 ઓક્ટોબર સુધી કોર્ટમાં રજા છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link