Uncategorized

આયાતમાં વધારો: ડ્યુટી અને કિંમત ઘટવાથી ગોલ્ડ ઈમ્પોર્ટ માર્ચમાં 470% વધ્યુ, આ કારણે વધી શકે છે રૂપિયા પર દબાણ

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી6 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ફેબ્રુઆરીમાં સરકારે ગોલ્ડ ઈમ્પોર્ટ ડ્યુટીમાં કાપ મૂકી 10.75 ટકા કરી છે, જે પહેલા 12.5 ટકા હતી

દેશમાં ગોલ્ડનો ઉપયોગ વધ્યો છે. આ વર્ષે માર્ચમાં ગોલ્ડના ઈમ્પોર્ટમાં 471 ટકાનો વધારો નોંધાયો છે. તે લગભગ 160 ટન રહ્યો. ગુરુવારે આ અંગેની માહિત ન્યુઝ વેબસાઈટ રોયટર્સે આપી.

સોનાનો ભાવ સતત ઘટ્યો
ઈમ્પોર્ટ વધવાના બે ખાસ કારણ છે. ફેબ્રુઆરીમાં સરકારે ગોલ્ડ ઈમ્પોર્ટ ડ્યુટીમાં કાપ મૂકી 10.75 ટકા કરી છે, જે પહેલા 12.5 ટકા હતી. આ સિવાય સોનાનો ભાવ સતત ઘટ્યો છે. સોનુ ગત વર્ષે ઓગસ્ટમાં 56200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે પહોંચ્યું હતું. આ અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. માર્ચ 2021માં સોનુ એક વર્ષના સૌથી નીચલા ભાવ 43320 રૂપિયા પર આવી ગયુ હતું. ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ગોલ્ડની ખરીદી કરનાર દેશ છે.

ઈમ્પોર્ટ વધવાથી રૂપિયો થઈ શકે છે નબળો
ગોલ્ડ ઈમ્પોર્ટ વધવાથી ભારતનો ટ્રેડ ડેફિસિટ વધી શકે છે અને ડોલરની સરખામણીમાં રૂપિયાની કિંમત ઘટવાની શકયતા છે. સૂત્રોના જણાવ્યા મુજબ માર્ચ ત્રિમાસિકમાં રેકોર્ડ 321 ટનનું ઈમ્પોર્ટ થયું, જે ગત વર્ષના આ ગાળામાં 124 ટન રહ્યું હતું. વેલ્યુની રીતે વાત કરવામાં આવે તો માર્ચમાં ઈમ્પોર્ટ વધીને 61.53 હજાર કરોડ રૂપિયા રહ્યું, જે એક વર્ષ પહેલા 9 હજાર કરોડ રૂપિયાથી વધુ હતું.

પ્રીમયમ પર વેચાયું હતું સોનું
જવેલરી કારોબાર સાથે જોડાયેલા કારોબારીઓએ જણાવ્યું કે ડિમાન્ડ વધવાથી સમગ્ર મહિનો સોનુ પ્રીમિયમ પર વેચાયું. આ દરમિયાન એક ઐંસ પર 6 ડોલર સુધીનું પ્રીમિયમ વસુલવામાં આવ્યું. જોકે કોરોનાના વધતા પ્રકોપને કારણે તેની માંગમાં ઘટાડો જોવા મળી શકે છે. કારણ કે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, એવામાં સરકાર નવા પ્રતિબંધો લગાવી શકે છે.

સતત વધી રહ્યો છે કોરોનાનો પ્રકોપ, સોનાની કિંમત હજી ઘટી શકે છે
ગુરુવારે 81398 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 50384 દર્દીઓ સાજા થયા અને 468 લોકોના મૃત્યુ થયા. આ આંકડો ગત વર્ષની 1 ઓક્ટોબર પછી સૌથી વધુ છે. ત્યારે 81785 કેસ આવ્યા હતા. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link