Uncategorized

આગેકૂચ: ગૌતમ અદાણીએ 100 બિલિયન ડોલર ક્લબમાં સ્થાન મેળવ્યું; મુકેશ અંબાણી કરતાં 6 અબજ ડોલર વધુ સંપત્તિ સાથે વિશ્વના 9મા સૌથી શ્રીમંત વ્યક્તિ બન્યા

[ad_1]

અમદાવાદ2 કલાક પહેલા

  • મુકેશ અંબાણી બાદ આ ક્લબમાં સામેલ થનારા અદાણી બીજા ગુજરાતી

વિશ્વના અમીરોની યાદીમાં ગૌતમ અદાણીની સતત આગેકૂચ થઈ રહી છે. 108 અબજ ડોલર સાથે વિશ્વના 9માં સૌથી અમીર વ્યક્તિ બનવાની સાથે જ ધનકુબેરોના 100 બિલિયન ડોલર ક્લબમાં અદાણીનો પ્રવેશ થયો છે. ફોર્બ્સના રિયલટાઇમ ડેટા મુજબ ગૌતમ અદાણીની સંપત્તિ 107.6 અબજ ડોલર (આશરે રૂ. 8.10 લાખ કરોડ) પર પહોંચી છે. 25 જાન્યુઆરી 2022ના રોજ રિલાયન્સના મુકેશ અંબાણીને પાછળ છોડીને ગૌતમ અદાણી પહેલીવાર ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા હતા. આ સાથે મુકેશ અંબાણીની સંપત્તિ કરતાં ગૌતમ અદાણીની સંપત્તિ 6 અબજ ડોલર વધારે થઈ ગઈ છે.

મુકેશ અંબાણી પહેલાથી જ આ ક્લબમાં સામેલ છે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને ભારતના સૌથી આમિર વ્યક્તિ મુકેશ અંબાણી શ્રીમંતોના 100 બિલિયન ડોલર ક્લબમાં સામેલ છે. આ ક્લબમાં અંબાણી 8 ઓકટોબર 2021ના દિવસે સભ્ય બન્યા હતા. આ ક્લબમાં આવનારા મુકેશ અંબાણી એકમાત્ર ભારતીય બિઝનેસ ટાયકુન છે. 2022ના વર્ષમાં અંબાણીની વેલ્થ 7 અબજ ડોલર (આશરે રૂ. 52,000 કરોડ) જેટલી વધી છે. 31 ડિસેમ્બરે તેમની નેટવર્થ 90 અબજ ડોલર હતી જે અત્યારે 101.6 અબજ ડોલર છે.

તારીખ મુકેશ અંબાણી ગૌતમ અદાણી
25 જાન્યુઆરી 89.8 90
3 ફેબ્રુઆરી 91.8 89.8
4 ફેબ્રુઆરી 92.3 91.2
10 ફેબ્રુઆરી 90.5 90.8
11 ફેબ્રુઆરી 91 90.5
14 ફેબ્રુઆરી 88.8 88.3
15 ફેબ્રુઆરી 90.6 85.9
17 ફેબ્રુઆરી 93 91.8
21 ફેબ્રુઆરી 92 87.8
25 ફેબ્રુઆરી 87.8 87.5
28 ફેબ્રુઆરી 87.9 88.6
2 માર્ચ 89.7 89.6
11 માર્ચ 89.7 90.2
4 એપ્રિલ 101.6 107.6

આંકડા અબજ ડોલરમાં

સંદર્ભ: ફોર્બ્સ

અદાણી અંબાણી વચ્ચે પહેલા સ્થાન માટે રેસ
સંપત્તિ સર્જનના મામલે રિલાયન્સ ગ્રૂપના મુકેશ અંબાણી અને અદાણી જૂથના ગૌતમ અદાણી બંને અત્યારે લગભગ બરાબરીના સ્તરે છે. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પહેલું સ્થાન મેળવી ચૂક્યા છે અને હવે સ્થિતિ એવી થઈ છે કે એક દિવસ અદાણી તો એક દિવસ અંબાણી દેશના અબજોપતિઓમાં નં. 1 પોઝિશન પર હોય છે. ફોર્બ્સના રિયલટાઇમ બિલિયોનેર ઈન્ડેક્સમાં દેશ વિદેશના અરબપતિઓની નેટવર્થની દૈનિક અપડેટ આપવામાં આવે છે. આ ઈન્ડેક્સ મુજબ 25 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં બે ગુજરાતી ઉદ્યોગપતિઓ વચ્ચે ચાલતી વેલ્થની રેસમાં ક્યારેક મુકેશ અંબાણી આગળ તો ક્યારેક ગૌતમ અદાણી આગળ નીકળી જાય છે.

ત્રણ મહિનામાં અદાણીની સંપત્તિ 2.27 લાખ કરોડ વધી
નવા વર્ષ 2022ની શરૂઆત સાથે જ સંપત્તિ સર્જનના મામલે ગૌતમ અદાણીની શરૂઆત ઘણી જ સારી રહી છે. ફોર્બ્સના રિયલ ટાઈમ ડેટા પ્રમાણે 31 ડિસેમ્બરે ગૌતમ અદાણીની નેટવર્થ 78 અબજ ડોલર (રૂ. 5.82 લાખ કરોડ) હતી જે 19 જાન્યુઆરી 2022ના રોજ 92 અબજ ડોલર (રૂ. 6.95 લાખ કરોડ) રહી હતી. આ લખે છે ત્યારે 4 એપ્રિલના રોજ અદાણીની સંપત્તિ 108 અબજ ડોલર છે. એટલે કે 2022ના વર્ષમાં અદાણીની સંપત્તિ 2.27 લાખ કરોડ જેટલી વધી છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link