Uncategorized

અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર: 2021માં 9.5% રહેશે ભારતનો વિકાસ દર, જે ચીનથી 1.5% અને અમેરિકાથી 3.5% વધુ

[ad_1]

  • Gujarati News
  • Business
  • India’s Growth Rate Will Be 9.5% In 2021, 1.5% Higher Than China And 3.5% Higher Than The US

3 કલાક પહેલા

  • કૉપી લિંક

અર્થવ્યવસ્થા માટે સારા સમાચાર સામે આવ્યા છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ ભારત માટે વર્ષ 2021માં 9.5% અને 2022માં 8.5%ના વૃદ્ધિદરનું અનુમાન વ્યક્ત કર્યું છે. આ વર્ષે આ ચીનના વિકાસ દરથી 1.5% અને અમેરિકાથી 3.5% વધુ હશે. સાથે જ 2022માં ભારતની અર્થવ્યવસ્થા ચીનની તુલનાએ 2.9% અને અમેરિકાથી 3.3% વધુ ઝડપથી આગળ વધશે. ભારતની અર્થવ્યવસ્થા નાણાકીય વર્ષ 2020-21માં 7.3%નો ઘટાડો આવ્યો હતો.

વિશ્વ આર્થિક પરિદ્રશ્ય (WEO)ના તાજા રિપોર્ટ મુજબ અમેરિકા આ વર્ષે 6% અને આગામી વર્ષે 5.2%ના દરથી વધશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. IMF અને વિશ્વ બેંકના આ પૂર્વાનુમાનો મુજબ ચીનની અર્થવ્યવસ્થા વર્ષ 2021માં 8% અને 2022માં 5.6%ના દરથી વધી શકે છે.

IMFના હાલના WEOમાં ભારતના વિકાસ દરના અનુમાનોને આ વર્ષે જુલાઈમાં જાહેર પોતાના ગત અનુમાન પર સ્થિર રાખ્યા છે. જો કે આ એપ્રિલના અનુમાન મુજબ 1.6% ઓછા છે. IMF અને વિશ્વ બેંકની વાર્ષિક બેઠક પહેલાં જાહેર થયેલા WEO મુજબ સમગ્ર દુનિયાનો વૃદ્ધિ દર વર્ષ 2021માં 5.9% અને 2022માં 4.9% રહેવાનું અનુમાન છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નાણાકીય વર્ષ 2021-22 મુજબ GDP ગ્રોથનું અનુમાન 9.5 ટકા રાખ્યું છે. પરંતુ નાણાકીય વર્ષ 2022-23ના પહેલા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર 17.2 ટકા રહેશે તેવું અનુમાન છે.

ભારત પછી સ્પેનની ઈકોનોમી મજબૂત
ભારત પછી સ્પેનમાં સારી આર્થિક સ્થિતિનું અનુમાન જણાવવામાં આવ્યું છે. ગત વર્ષે અહીં પણ માઈનસ 10.8 વૃદ્ધિ દર હતો જે 2021માં સુધરીને 5.7 ટકા રહેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. આગામી વર્ષે 6.4 ટકા રહેશે તેવું અનુમાન છે અને ભારત પછી બીજો સર્વશ્રેષ્ઠ સુધારો માનવામાં આવે છે.

ત્રીજા નંબરે ચીન છે અને દેશમાં કોરોના સંકટ છતા આર્થિક વૃદ્ધિ દર 2.3 ટકા રહ્યો હતો. આ વર્ષે તે વધીને 8 ટકા હોવાનું અનુમાન છે અને આગામી વર્ષે તે 6.3 ટકા રહેશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

અમેરિકાની વાત કરવામાં આવે તો અહીં પણ આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે. 2020માં માઈનસ 3.4 ટકા રહેસે જે બાદ આ વર્ષે 6% હોવાની શક્યતા છે જ્યારે આગામી વર્ષે આ વૃદ્ધિ દર 5.2 ટકા સુધી રહેવાનું અનુમાન IMFએ વ્યક્ત કર્યું છે.

અન્ય એજન્સીઓનું શું અનુમાન છે
આ પહેલાં ફિચ રેટિંગ્સે વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતની આર્થિક વૃદ્ધિ દરના અનુમાનને ઘટાડીને 8.7 ટકા કર્યું હતું. ફિચે જૂનમાં નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતની GDPનું અનુમાન 10 ટકા રહેશે તેવો અંદાજ વ્યક્ત કર્યો હતો જે ઘટાડીને 8.7% કર્યો છે. એજન્સીનું કહેવું છે કે કોરોના મહામારીની બીજી લહેરના કારણએ આ ઘટાડો કરાયો છે. જો કે તેઓએ આગામી નાણાકીય વર્ષ માટે GDP દર વધારીને 10% કર્યો છે.

આ વચ્ચે ગત સપ્તાહે વર્લ્ડ બેંકે 2021-22 માટે ભારતની વિકાસ દરનું અનુમાન 8.3 ટકા કર્યું જે બીજી લહેરના આવવાથી પહેલા લગાડવામાં આવેલી શક્યતાની તુલના ઓછી છે. વર્લ્ડ બેંકે પહેલાં લગભગ 10.1 ટકા GDP ગ્રોથ રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link