Uncategorized

અમેરિકામાં ‘ઓનલાઇન’ સીમંત: ડાકોરના પંડ્યા પરિવારે દીકરીની ઝૂમ એપ પર શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સીમંત વિધિ કરી, દીકરી-જમાઇ સહિત 25 પરિવારો જોડાયા

[ad_1]

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Dakor’s Pandya Family Performs Simant Ritual With Scriptural Chanting On Daughter’s Zoom App, 25 Families Including Daughter in law Join

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ2 દિવસ પહેલા

  • કૉપી લિંક
પંડ્યા પરિવારની દીકરીની ઓનલાઇન થતી સીમંત વિધિની તસવીર - Divya Bhaskar

પંડ્યા પરિવારની દીકરીની ઓનલાઇન થતી સીમંત વિધિની તસવીર

કોરોનાને કારણે લાગુ કરાયેલા નિયમોએ આજે ઘણા સામાજિક પ્રસંગોમાં અંતર લાવી દીધું છે. આવો જ એક ડાકોરનો કિસ્સો બહાર આવ્યો છે, ડાકોરના પંડ્યા પરિવારની દીકરીના લગ્ન અમેરિકામાં કર્યા હતાં. દીકરી હાલ અમેરિકામાં છે અને તેના માતા-પિતા ડાકોરમાં છે જયારે જમાઈના માતા-પિતા અમેરિકામાં જ છે પરંતુ તેઓ તેમનાથી અલગ રહે છે. દરમિયાન જ દીકરીનો શ્રીમંત પ્રસંગ આવ્યો. જેમાં ડાકોરથી માતા-પિતા કે અમેરિકામાં જ વસતાં સાસુ-સસરા પણ આવી શકે તેમ ન હતું. પરિણામે સમગ્ર વિધી ઓનલાઇન કરી અને તેમા ડાકોરના પંડિતે મંત્રોચ્ચાર કર્યા અને અમેરિકામાં ઉત્સાહભેર વિધી સંપન્ન થઇ.

કોરોનાને કારણે ફિઝિકલ જવાય તેમ નહોતું
પરિવારજનો પણ ઓનલાઇન જોડાઇને હાજરી આપ્યાનો આનંદ અનુભવ્યો હતો. ડાકોરમાં રહેતા જનકભાઇ પંડ્યા ની દીકરી શ્રુતિ ના લગ્ન અમેરિકામાં જન્મેલા ભુમિત દેવાશ્નય નામના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ શ્રુતિ સારા દિવસો જતા હોય તેનું શ્રીમંત મંગળવારના રોજ નક્કી કર્યુ હતુ. પરંતુ કોરોનાને કારણે માતા-પિતા કે સાસુ-સસરા કોઇ ફિઝિકલી શ્રીમંત માં હાજર ન રહી શક્યા. અને સમગ્ર પ્રસંગ ઓનલાઇન ઉજવવાનું નક્કી કર્યું અને અમેરીકા, ડાકોરથી તમામ પરિવાર પ્રસંગમાં જોડાયા.

ડાકોરમાં પંડિતે શ્લોક વાંચ્યા, USમાં દંપતીએ પૂજા કરી
ન્યુયોર્કમાં રહેતા દંપત્તિને ત્યાં પૂજારી ઉપલબ્ધ થાય, તેવી શક્યતા નહીવત હતી. જેના કારણે ડાકોરમાં દીકરીના પિતા જનકભાઈ પંડ્યાના ઘરે પંડિતે શ્લોક વાંચ્યા અને મંત્રોચ્ચાર કર્યા. અમેરિકામાં દંપત્તિ પાસે પૂજાની તમામ સામગ્રી પણ મંગાવી હતી. જેથી ડાકોરમાંથી પંડિત વિધિ માટે જણાવે, તે રીતે શ્રુતિ અને તેના પતિએ ન્યુયોર્કમાં પૂજા કરી હતી.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link