Uncategorized

અબુધાબીનું પ્રથમ હિન્દુ મંદિર: 900 કરોડના ખર્ચે 16.7 એકરમાં મંદિર નિર્માણ, 3000થી વધુ મજૂરો સહિત શિલ્પકારો ગુજરાત-રાજસ્થાનમાં નકશીકામ કરે છે

[ad_1]

  • Gujarati News
  • International
  • Construction Of Temple In 16.7 Acres At A Cost Of Rs 900 Crore, Sculptors Including More Than 3000 Laborers Carving In Gujarat Rajasthan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અબુધાબી10 દિવસ પહેલા

બની રહેલા મંદિરનો મેપ - Divya Bhaskar

બની રહેલા મંદિરનો મેપ

  • 2023 સુધી એટલે કે બે વર્ષમાં બનીને તૈયાર થવાની શક્યતા

શાનીર એન સિદ્દીકી, અબુધાબી | 15 લાખની વસતી ધરાવતો દેશ અબુધાબી યુએઈમાં રહેતા આશરે 33 લાખ ભારતીયો માટે આસ્થાનું કેન્દ્ર બની જશે. અબુધાબીમાં પહેલું હિન્દુ મંદિર બની રહ્યું છે. જેનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. 16.7 એકરમાં બની રહેલા મંદિર પરિસરમાં 450 મિલિયન દિરહમ(આશરે 900 કરોડ રૂપિયા) ખર્ચ થશે. અંદાજ છે કે 2023 સુધી આ મંદિર નિર્માણકાર્ય પૂરું થઈ જશે. તેમાં 2000થી વધુ કલાકૃતિઓ લગાવાશે. 3000થી વધુ મજૂરો અને શિલ્પકારો તેના માટે કામ કરી રહ્યા છે.

મંદિરમાં આશરે 5000 ટન ઈટાલિયન કેરારા માર્બલનો ઉપયોગ થશે. મંદિરમાં લાગનાર પથ્થર અને કલાકૃતિઓનું નક્શીકામ રાજસ્થાન અને ગુજરાતમાં ચાલી રહ્યું છે. મંદિરનો બહારનો હિસ્સો આશરે 12,250 ટન ગુલાબી બલુઆ પથ્થરથી બનશે. મનાય છે કે આ પથ્થરોમાં ભીષણ ગરમી સહન કરવાની ક્ષમતા છે અને 50 ડિગ્રીએ પણ તે ગરમ થતો નથી. આ મંદિરનું નિર્માણ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા(BAPS) કરાવી રહી છે. આ મંદિર અક્ષરધામ મંદિરની જેમ બનાવાશે. જોકે આકારમાં તે દિલ્હીના અક્ષરધામ મંદિરથી નાનું હશે. ઉલ્લેખનીય છે કે દુબઈમાં બે મંદિર(શિવ અને કૃષ્ણના) અને એક ગુરદ્વારા છે.

આ મંદિર પરિસરમાં પ્રાર્થના હોલ, લાઈબ્રેરી, રમતનું મેદાન, બગીચા, પાણીની સુવિધાઓ, ફૂડ કોર્ટ, દુકાનો અને પાર્કિંગ પણ હશે.

આ મંદિર પરિસરમાં પ્રાર્થના હોલ, લાઈબ્રેરી, રમતનું મેદાન, બગીચા, પાણીની સુવિધાઓ, ફૂડ કોર્ટ, દુકાનો અને પાર્કિંગ પણ હશે.

હાથ વડે નક્શીકામ કરાયેલી મૂર્તિઓ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઈતિહાસને દર્શાવે છે. તેમાં અરબી પ્રતીકોને પણ સામેલ કરાયાં છે.

હાથ વડે નક્શીકામ કરાયેલી મૂર્તિઓ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઈતિહાસને દર્શાવે છે. તેમાં અરબી પ્રતીકોને પણ સામેલ કરાયાં છે.

બીએપીએસના એન્જિનિયરોની દેખરેખમાં મંદિર નિર્માણ થઇ રહ્યું છે. સંસ્થાની ટીમ દરરોજ થઈ રહેલા કામોનું નિરીક્ષણ કરે છે.

બીએપીએસના એન્જિનિયરોની દેખરેખમાં મંદિર નિર્માણ થઇ રહ્યું છે. સંસ્થાની ટીમ દરરોજ થઈ રહેલા કામોનું નિરીક્ષણ કરે છે.

[ad_2]

Source link