Uncategorized

અકસ્માત: સાઉથ આફ્રિકામાં કાર પલ્ટી ખાતા ભરૂચના યુવાનનું મોત

[ad_1]

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ12 દિવસ પહેલા

  • કૉપી લિંક
એઝાજ - Divya Bhaskar

એઝાજ

  • સ્ટીયરિંગ પરનો કાબૂ જતા અકસ્માત સર્જાયો
  • નોકરી પરથી પરત ઘરે આવતા બનેલી ઘટના

સાઉથ આફ્રિકાના મલાવી ખાતે 22 વર્ષથી સ્થાઈ થયેલા ટેકરાવાળા પરિવારના 28 વર્ષીય યુવાનનું કાર અકસ્માતમાં મોત નીપજ્યું છે.યુવાનના મોતની ખબર તેમના માદરે વતન દહેગામમાં પ્રસરી જતા ગામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ભરૂચ શહેરના અને જિલ્લામાંથી રોજગારી મેળવવા માટે અન્ય દેશોમાં જતા હોય છે. ત્યારે ભરૂચ શહેરના દહેગામમાં રહેતા યાકુબ ટેકરાવાળા પરિવાર પણ રોજી રોટી મેળવવા માટે સાઉથ આફ્રિકાના મલાવીમાં છેલ્લા 22 વર્ષર્થી સ્થાયી થઈને નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં બે પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે.યાકુબભાઇનો નાનો 28 વર્ષીય પુત્ર એઝાજ પણ ત્યાં હાર્ડવેરની દુકાનમાં નોકરી કરતો હતો.

એઝાજ સોમવારના રોજ કાર લઇને પોતાના નોકરી ઉપર ગયો હતો.નોકરી ઉપરથી છૂટીને તે પરત પોતાના ઘરે આવતો હતો તે દરમિયાન હાઇવે ઉપર તેણે કારના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા અચાનક કાર પલ્ટી મારી જતા ભયંકર અકસ્માત સર્જાતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.અકસ્માતમાં કારમાં સવાર એઝાજનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું.બનાવની જાણ ટેકરાવાળા પરિવારના લોકો થતા જ તેઓ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા.સદર અકસ્માતની જાણ ભરૂચ ખાતે આવેલા તેમના માદરે વતન દહેગામમાં થતા તેમના પરિવારજનો સહીત ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે…

[ad_2]

Source link